ગરવી તાકાત મહેસાણા : મહેસાણા શહેરના શોભાસણ રોડ પર આવેલી શાલીમાર સોસાયટીમાં રવિવારે બપોરના સમયે એક્ટિવા નીચે પડી જવા જેવી સામાન્ય બાબતે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ આ ઘટનામાં મકાન માલિક અને તેમની ભત્રીજીને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા શાલીમાર સોસાયટી વિભાગ-2માં રહેતા અમજદખાન હુસૈનખાન પઠાણે એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી ફરિયાદીએ પોતાના ઘરનો નીચેનો ભાગ અમજદખાન આલમખાન બલોચને ગીરો આપ્યો રવિવારે બપોરે અમજદખાન બલોચના ઘરે આવેલ પાટણનો પરવેઝખાન શેખ નામનો શખ્સ પોતાનું એક્ટિવા નીચે પડી જતાં ઉશ્કેરાયો પરવેઝખાને ફરિયાદીના નાના ભાઈ ઈલીયાસખાનનું નામ લઈને ગાળાગાળી શરૂ કરી.

જ્યારે ફરિયાદી અમજદખાન પઠાણે ઉપરના માળેથી ટોકતા જણાવ્યું કે, તેનો ભાઈ મજૂરીકામે ગયો ત્યારે આરોપી પરવેઝખાન હાથમાં ધોકો લઈને ઉપરના માળે દોડી આવ્યો તેણે ફરિયાદી પર ધોકા વડે હુમલો કરતા ફરિયાદીને જમણા હાથના અંગૂઠા અને કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી આ દરમિયાન નીચે રહેતો અમજદખાન બલોચ પણ પરવેઝખાનનું ઉપરાણું લઈને ઉપર આવ્યો અને બંનેએ ભેગા મળી ફરિયાદી સાથે ઝપાઝપી કરી ગડદાપાટુનો માર માર્યો આ ખેંચતાણમાં ફરિયાદી સિડી પરથી નીચે પટકાયા.
![]()
પિતા સમાન કાકાને બચાવવા વચ્ચે પડેલી 12 વર્ષીય કિશોરી કસીસબાનુને પણ ઝપાઝપી દરમિયાન હાથના ભાગે ઇજા થઈ સોસાયટીના લોકો એકઠા થઈ જતાં બંને હુમલાખોરો ત્યાંથી ભાગી છૂટ્યા ઇજાગ્રસ્ત કાકા-ભત્રીજીને તુરંત મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં કિશોરીને પ્રાથમિક સારવાર બાદ રજા અપાઈ જ્યારે અમજદખાન પઠાણને વધુ ઇજા હોવાથી દાખલ કરવામાં આવ્યા પોલીસે આ મામલે પરવેઝખાન શેખ અને અમજદખાન બલોચ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.


