ગરવી તાકાત મહેસાણા : કડીના થોળ રોડ પર આવેલા પિરોજપુર ગામના પરા વિસ્તારમાં પાણી ઢોળવાની સામાન્ય બાબત મોટો વિવાદ જબુબેન ભરવાડના ઘરની બાજુમાં રહેતા ગોબરભાઇ ભરવાડે પાણીનો નળ ચાલુ રાખતા જબુબેનના આંગણામાં પાણી આવતા જબુબેને નળ બંધ કરવાનું કહેતા વિવાદ શરૂ થયો ગોબરભાઈએ પાણી જવા દેવાનું કહ્યું.
આ દરમિયાન ભરવાડ બળદેવભાઈ આવીને મહિલાને અપશબ્દો બોલવા લાગ્યા ત્યારબાદ ભરવાડ સતાભાઈ અને જલાભાઈ ધોકા અને લાકડીઓ સાથે આવી પહોંચ્યા. મહિલા પર હુમલો થતાં તેમના પતિ મેરાભાઈ વચ્ચે પડ્યા. બંને પતિ-પત્નીને માર મારવામાં આવ્યો.
મેરાભાઈને માથાના ભાગે લાકડી વાગતા લોહી નીકળવા લાગ્યું. તેમને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, આ સમગ્ર ઘટનામાં કડી પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી અને કુલ 6 લોકો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી.