રાધનપુર તાલુકાના અગીચાણા ગામે એક ખેડૂત સાથે 3 લાખની છેતરપિંડી…

September 27, 2025

ગરવી તાકાત પાટણ : રાધનપુર તાલુકાના અગીચાણા ગામે એક ખેડૂત સાથે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો ખેતર માલિક શંકરભાઈ ડુંગરભાઈ આયરની જાણ બહાર, અગીચાણા સેવા સહકારી મંડળીના મંત્રી અને બનાસ બેન્ક પેદાશપુરા શાખાના મેનેજરે મળીને ત્રણ લાખ રૂપિયાની લોન લીધી હોવાનો આરોપ આ છેતરપિંડી સતત ત્રણ વર્ષ સુધી ખોટી લેવડદેવડ દ્વારા કરવામાં આવી. શંકરભાઈ આયરે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની જમીન સર્વે નં. 47 પર, મંડળીના મંત્રી જહાભાઈ રબારી અને તત્કાલીન બેન્ક મેનેજર દશરથભાઈ ઠાકોરે ખોટા દસ્તાવેજો બનાવ્યા તેમણે શંકરભાઈના નામે ખોટું બેન્ક એકાઉન્ટ ખોલાવી, ખોટી સહીઓ કરીને વર્ષ 2020, 2021 અને 2022 દરમિયાન પાક ધિરાણ લોન મેળવી.

In Jamnagar, an employee of a private company committed fraud of millions  with the company | ફરિયાદ: જામનગરમાં ખાનગી કંપનીના કર્મચારીએ કંપની સાથે  લાખોની છેતરપિંડી આચરી - Jamnagar News ...

જુલાઈ 2022માં, જહાભાઈ રબારી અને દશરથભાઈ ઠાકોરે શંકરભાઈનો સંપર્ક કરીને વગર વ્યાજની પાક ધિરાણ લોન આપવાનું કહીને તેમના કાગળો પર સહીઓ લીધી જોકે, જ્યારે શંકરભાઈએ લોન બાબતે પૂછપરછ કરી ત્યારે તેમને સંતોષકારક જવાબ મળ્યો ન ત્યારબાદ, તેમણે બનાસ બેન્કની પેદાશપુરા શાખામાં મેનેજર દશરથભાઈ ઠાકોરનો સંપર્ક કરતાં તેમને જાણ થઈ કે તેમના નામે 3 લાખ રૂપિયાની લોન લેવામાં આવી. શંકરભાઈની જાણ બહાર લેવાયેલી આ લોનની રકમ જહાભાઈ રબારીએ ઉપાડી લીધી અને તેર દિવસ બાદ પોતાની રીતે બેન્કમાં ભરપાઈ કરી વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે,

In Radhanpur, a woman was attacked with a knife, a complaint was registered  at the police station against four persons | મહિલા ઉપર જીવલેણ હુમલો:  રાધનપુરમાં મહિલા ઉપર ધારિયા વડે હુમલો, ચાર

29 સપ્ટેમ્બર 2020ના રોજ 3 લાખની પાક ધિરાણ લોન મેળવી 7 જૂન 2021ના રોજ ભરપાઈ કરાઈ ત્યારબાદ, 8 જૂન 2021ના રોજ ફરી 3 લાખની લોન મેળવી 29 જૂન 2022ના રોજ ભરપાઈ કરાઈ. ત્રીજી વખત પણ 3 લાખની લોન લઈ 12 જુલાઈ 2022ના રોજ ભરપાઈ કરવામાં આવી. આ સમગ્ર નાણાકીય લેવડદેવડ દરમિયાન, માંગણા પત્રક, ચેક અને ખાતું ખોલવાની અરજી સહિતના દસ્તાવેજોમાં શંકરભાઈની ખોટી સહીઓ કરવામાં આવી આ રીતે આરોપીઓએ આર્થિક ફાયદો મેળવી ખેતર માલિક સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0