નંદાસણ ગામની સીમમાં એક નાળવાળી દેશી બનાવટની બંદૂક સાથે ડફેર ઝડપાયો 

May 11, 2023

મહેસાણા એસઓજીની ટીમે નંદાસણ ગામની સીમમાં કૈયલ રોડ પાસેથી દેશી બંદૂક સાથે શખ્સને ઝડપ્યોં  

નંદાસણ પોલીસે દેશી બનાવટની બંદૂક રાખવા બદલ આર્મસ એક્ટ અંતર્ગત પોલીસે ગુનો નોંધ્યોં 

ગરવી તાકાત, મહેસાણા તા. 11- નંદાસણ ગામની સીમમાં કૈયલ રોડ પાસેથી મહેસાણા એસઓજીની ટીમે એક નાળાવાળી દેશી બનાવટની બંદૂક સાથે ડફેર શખ્સને ઝડપી પાડ્યોં હતો. નંદાસણ પોલીસે આર્મસ એક્ટ અંતર્ગત ગેરકાયદેસર લાયસન્સ વિનાની બંદૂક રાખનાર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મહેસાણા જિલ્લા પોલીસવડાએ ગેરકાયદેસર હથિયાર રાખનાર તત્વોને ડામી દેવા માટે આપેલા આદેશ અંતર્ગત મહેસાણા એસઓજી ટીમના પીઆઇ એ.યુ.રોઝના નેતૃત્વ હેઠળ એસઓજી સ્ટાફના પીએસઆઇ એન.પી.પરમાર તથા હિતેન્દ્રસિંહ, જીતેન્દ્રકુમાર, વિશ્વનાથસિંહ, દિગ્વિજયસિંહ સહિતનો સ્ટાફ નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યાં હતા.

આ દરમિયાન દિગ્વિજયસિંહ તથા વિશ્વનાથસિંહને સંયુક્ત માહિતી મળી હતી કે, નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કૈયલ રોડ બકરા મંડીની સામે ડફેરવાસમાં રહેતા સિંધી લતીફભાઇ ગુલુભાઇ રહે. નંદાસણવાળો શખ્સ પોતાના પાસે પાસ પરમિટ કે લાયસન્સ વિનાની ગેરકાયદેસર રીતે એક બેરલવાળી દેશી બનાવટની બંદુક તેની પાસે રાખે છે. જે બાતમીના આધારે એસઓજીનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી સિંધી લતીફભાઇને દેશી બનાવટની બંદૂક સાથે ઝડપી આર્મસ એક્ટ અંતર્ગત ગુનો નોંધી નંદાસણ પોલીસને સોંપવામાં આવ્યોં હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0