મોતરુપી કાળ બનીને આવેલું કૂતરું ડભોડાના આશાસ્પદ યુવકના મોતનું કારણ બન્યું 

April 1, 2023

ખેરાલુના ડભોડા સર્કલ પાસે પસાર થતાં બાઇક વચ્ચે કૂતરું આવી જતાં યુવકનું મોત 

ડભોડાના બે યુવકો બાઇક લઇને ખેરાલુથી પરત ફરતાં સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત એક ઇજાગ્રસ્ત 

બાઇક પર સવાર પાછળ બેઠેલા યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર દરમિયાન મોત 

ગરવી તાકાત, ખેરાલુ તા. 01 – ખેરાલુ તાલુકાના ડભોડા ગામના બે યુવકો બાઇક લઇને ડભોડા રોડ પરથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન વચ્ચે કૂતરું આવી જતાં બાઇક પરથી કાબુ ગૂમાવતાં બંન્ને યુવકો નીચે પટકાતાં બંન્ને ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં બંન્ને યુવકોને ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડાયા હતા જેમાં એક યુવકનું ગંભીર ઇજાઓના કારણે મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત થતાં અહેવાલો મુજબ ખેરાલુ તાલુકાના ડભોડા ગામે રહેતા ઠાકોર વિક્રમ અને ઠાકોર વિપુલ ઠાકોર નામના બે યુવકો પોતાનું બાઇક લઇને ખેરાલુ કામ અર્થે ગયા હતા. જ્યાંથી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન વચ્ચે ડભોડા સર્કલ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે એકાએક વચ્ચે કૂતરું આવી જતાં બાઇક ચાલક વિપુલ ઠાકોરે બાઇક પરથી કાબુ ગૂમાવતાં બંન્ને નીચે પટકાયાં હતા. જેમાં બંન્ને યુવકોને ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માતને પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. જેમને તાત્કાલિક બંન્ને ઇજાગ્રસ્ત યુવકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયાં હતા. જ્યાં બાઇક પાછળ બેઠેલ ઠાકોર વિક્રમજીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ઠાકોર વિક્રમજીનું કરુણ મોત નિપજ્યું હતું. આ અકસ્માતને પગલે મૃતક યુવકના પરિવારમાં કાળો કલ્પાત સર્જાયો હતો.

અત્રે નોંધનીય છે કે, રોડ પર રખડતાં ઢોર કૂતરા સહિતના પ્રાણીઓ વચ્ચે આવી જતાં અવાર નવાર વાહન લઇ પસાર થતાં નાગરીકોના મોતનું કારણ બનતાં હોય છે જેમાં અગાઉ પણ અનેક અકસ્માતોમાં નાગરીકોના મોત કૂતરા જેવા પશુઓ વચ્ચે આવી જતાં બન્યાં છે ત્યારે વધુ એક આશાસ્પદ યુવકના મોતનું કારણ બની કૂતરું વચ્ચે આવી જતાં સર્જાયેલા અકસ્માત યુવકનું ગંભીર ઇજાઓના કારણે મોતનું કારણ બન્યું હતું.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0