ગરવી તાકાત હિંમતનગર : હિંમતનગર કલેક્ટર કચેરીના સભાખંડમાં સાબરકાંઠા જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો ગુજરાત સરકારનો સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ છેલ્લા 20 વર્ષથી પ્રજાના કલ્યાણ માટે કાર્યરત આ કાર્યક્રમમાં નાગરિકો દ્વારા કુલ 11 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા જેમાંથી 9 પ્રશ્નોનો સકારાત્મક નિકાલ કરવામાં આવ્યો.

રજૂ કરાયેલા પ્રશ્નોમાં જમીન પર દબાણ, જમીનના 7/12 ઉતારામાં નામ સુધારા જમીન માપણી, જમીન સર્વે નંબરમાં સુધારા, ગામમાં ગંદકી, વીજ કનેક્શન, ગ્રામ્ય રસ્તા પર દબાણ દૂર કરવા, પીવાના પાણી માટે સરકારી બોરની મરામત અને સરકારી જમીન પર દબાણ જેવા વિવિધ વિષયોનો સમાવેશ થતો કલેક્ટરે અરજદારોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી તેમના પ્રશ્નોના ઝડપી નિકાલ માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી.
![]()
તેમણે વહીવટી તંત્રના તમામ અમલીકરણ અધિકારીઓને લોકોના પ્રશ્નો ધ્યાનપૂર્વક સાંભળી ઝડપી અને નક્કર ઉકેલ લાવવા જણાવ્યું આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેક્ટર ક્રિષ્ના વાઘેલા, ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી, ડી.વાય. એસ.પી., મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા.


