મહેસાણા જિલ્લાના આખજ ખાતે જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિર પ્રદર્શન યોજાયું…

December 17, 2025

-> વિવિધ સહાયકારી યોજનાઓના લાભાર્થીઓને રૂ. ૨.૫૮ લાખના પેમેન્ટ ઓર્ડરનું વિતરણ કરાયું :

ગરવી તાકાત મહેસાણા : આજરોજ મહેસાણા જિલ્લાના આખજ ખાતે ગાંધીનગર ગુજરાત રાજ્ય પશુપાલન ખાતું તથા મહેસાણા જિલ્લા પંચાયત પશુપાલન શાખા દ્વારા સેટલીયા વીર મહારાજના મંદિરના પ્રાંગણમાં જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિર / પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિક્ષણ શિબિરમાં નિવૃત્ત મદદનીશ પશુપાલન નિયામક ડો. જે.કે. પટેલ,

દૂધસાગર ડેરીના નિવૃત્ત મેનેજર ડો. એમ.એ. પટેલ, ખેરવા કૃષિ વિજ્ઞાન કેન્દ્રથી ડો. શરદભાઈ સોની તથા ડો. એન.બી. ગઢ સહિતના ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં પ્રતિકાત્મક રૂપે પશુપાલન ખાતાની વિવિધ સહાયકારી યોજનાઓના કુલ ૭ લાભાર્થીઓને રૂ. ૨.૫૮ લાખના પેમેન્ટ ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામક ડો. કે.જી. બ્રહ્મક્ષત્રિ, ચેરમેનશ્રી આરોગ્ય સમિતિ મિહિરભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય નરેન્દ્રભાઈ પટેલ તથા રાજુભાઈ ચૌધરી, તાલુકા પંચાયત સદસ્ય દિનેશભાઈ સુથાર, વિણાબેન, સરપંચ, આખજ દૂધ ઉત્પાદક સહકારી મંડળી પ્રમુખ તેમજ ગ્રામજનો ઉપસ્થિતિ રહ્યા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0