હિંમતનગરના વાવડી પાસેથી ચિઠોડા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ 54 હજારના દારૂ સાથે ઝડપાયો…

June 17, 2025

ગરવી તાકાત હિંમતનગર : હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વાવડી નજીકથી પકડાયેલ વિજયનગર તાલુકાના ચિઠોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલને રૂ.54,960 હજારના દારૂ અને કાર સાથે ઝડપી લીધા બાદ તેની વિરૂધ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ જે સંદર્ભે આ પોલીસ કોન્સ્ટેબલને સોમવારે હિંમતનગરની કોર્ટમાં રજુ કરતાં ન્યાયાધિશે એક દિવસના રીમાન્ડ મંજુર કર્યા.

આ અંગે ગાંભોઈ પોલીસ સ્ટેશનથી PSO રેખાબેને ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, વાવડીની સીમમાંથી રૂ.54960 હજારનો વિદેશી દારૂ ભરીને જતા ચિઠોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સંજયભાઈ રામજીભાઈ સોલંકીને પોલીસે અટકાવી કારમાંથી દારૂની પાંચ પેટી ઝડપી લીધી.

ત્યારબાદ પોલીસે કોન્સ્ટેબલ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ માટે સોમવારે હિંમતનગરની કોર્ટમાં રજુ કરીને રીમાન્ડની માંગણી કરતા કોર્ટે સંજય સોલંકીના એક દિવસના રીમાન્ડ મંજુર કર્યા. ગાંભોઈ પોલીસે ચિઠોડા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ વિદેશી દારુ કારમાં ક્યાંથી લાવતો હતો કોને આપ્યો હતો અને ક્યાં અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ શરુ કરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0