બેંગલોરના રેસ્ટોરન્ટમાં ગુલાબજાંબુની કટોરીમાં કોકરોચ મળી આવતા 55 હજારનો દંડ ફટકારાયો !

October 8, 2021

બેંગલુરૂની રેસ્ટોરંટમાં ગુલાબજાંબુની કટોરીમાંથી મરેલો કૉકરોચ તરતો મળ્યો હતો, જે બાદ રેસ્ટોરંટને 55 હજારનો દંડ પીડિતને ચુકવવા માટે આદેશ આપવામાં આવ્યો હતો.

હકીકતમાં આ મામલો 2016 નો છે. જ્યાં ગાંધીનગર વિસ્તારમાં આવેલી કામથ હોટલમાં એક ગ્રાહકને જાંબુની કટોરીનો ઓર્ડર કર્યો હતો, જે બાદ રેસ્ટોરંટે તેેને સર્વ કર્યો. ગ્રાહકને કટોરીમાં મરેલો કોકરોચ દેખાયો. દાવો કરવામાં આવ્યો હતો કે, વ્યવસાયે વકીલ રાજન્ના ગ્રાહકે જ્યારે કટોરીમાં મરેલો કોકરોચ તરતી તસ્વીર ખેંચવાની કોશિશ કરી તો, રેસ્ટોરંટ સ્ટાફે તેનો મોબાઈલ છીનવી લીધો. કહેવાય છે કે, આ સમગ્ર ઘટનાક્રમ બાદ રાજન્નાએ પહેલા પોલીસ ફરિયાદ કરાવી અને બાદમાં ડિસ્ટ્રીક્ટ કંઝ્‌યૂમર ફોરમમાં કેસ કર્યો. જાે કે, રેસ્ટોરંટ માલિકે 2 વર્ષ સુધી નોટિસનો જવાબ આપ્યો નહીં. જે બાદ ન્યાયાઘીશોની સેવામાં કમીના આધારે પીડિત રાજન્નાને 50 હજાર રૂપિયા આપવાનો આદેશ ફટકાર્યો હતો.

તો વળી આ આ કેસની વિરુદ્ધમાં હોટલના કર્ણાટક રાજ્ય ગ્રાહક નિવારણ આયોગમાં અપીલ કરી. તેમણે દાવો કર્યો કે, તેમણે તેમના વિરુદ્ધના મામલાની જાણકારી નહોતી. ર્નિણય લાગૂ થયા બાદ તેમને આ મામલે ખબર પડી. તો વળી કહેવાય છે કે, રેસ્ટોરંટે એવો દાવો કર્યો છે કે, રેસ્ટોરંટના કોઈ પણ સ્ટાફે રાજન્ના પર હુમલો નથી કર્યો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0