ગરવી તાકાત મહેસાણા : મહેસાણા તાલુકાના મંડાલી ગામની સીમમાં આવેલી મરઘા ફાર્મમાં ઈંડા ભરવા માટે આવેલ ઇકો કારના ચાલકે ગાડી પૂરઝડપે ચલાવીને કમ્પાઉન્ડમાં રમી રહેલા અઢી વર્ષના બાળક પર ચડાવી દેતા કચડાઈ જતાં તેનું મોત થયું ફાર્મની અંદર મજૂરી કરી રહેલા મહેમદાવાદ તાલુકાના મજૂરની ફરિયાદને આધારે પોલીસે ઇકોના કાર ચાલક સામે ફરિયાદ નોંધી મહેમદાવાદ તાલુકાના ખંભાલી ગામના અજયભાઈ રામુભાઈ ચુનાર છેલ્લા એકાદ મહિનાથી.
મહેસાણા તાલુકાના ટુંડાલી ગામની સીમમાં આવેલ મરઘા ફાર્મમાં મંજૂરી કામ કરી પોતાની પત્ની અને અઢી વર્ષના દીકરા બાબુ સહિતના પરિવાર સાથે રહે 17 સપ્ટેમ્બરના રોજ તેમનો દીકરો બાબુ મરઘા ફાર્મના કમ્પાઉન્ડમાં રમતો, ત્યારે જીજે 02 .બીએમ.1653 નંબરની ઇકોના ચાલક મોહમ્મદભાઈ પિંજારા ફાર્મમાં ઈંડા લેવા માટે આવ્યા.
તેમની ગાડીમાં અજયભાઈએ ઈંડા ભરી આપતા તેમણે પોતાની ઇકો ગાડી પૂર ઝડપે ચલાવીને તેમનો દીકરો બાબુ જ્યાં રમતો હતો તેના ઉપર ચડાવી દીધી. નંદાસણ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો પોએટ્રી ફાર્મમાં ઈંડા ભરવા આવેલ કારના ચાલકે કાર ચડાવી દઈને પોતાના દીકરાનું મોત નીપજાવતા અજયભાઈએ ઇકો કારના ચાલક સામે લાંઘણજ પોલીસ પથકે ફરિયાદ નોંધાવી.