મહુડીના પ્રસિદ્ધ યાત્રાધામ ઘંટાકર્ણ મહાવીરના મંદિરમાં બિલાડીને દૂધનું રખોપું સોપાયું હતું

શેર કરવા અહીં ક્લિક કરો.

મહુડીના ઘંટાકર્ણ મંદિરમાંથી 45 લાખના સોનાના વરખની અને સોનાની ચેઇન ચોરી થયાની ઘટના 

મંદિરના બે ટ્રસ્ટી નિલેશ મહેતા અને સુનિલ મહેતાએ ચોરી કરતાં સીસીટીવીમાં કેદ થયા 

ગરવી તાકાત, મહુડી તા. 06 –ગાંધીનગરના માણસા તાલુકામાં આવેલા મહુડી ગામના મંદિરના જ બે ટ્રસ્ટીઓ 45 લાખનું સોનું ચાઉં કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાતાં પોલીસે ગણતરીના કલાકોમાં જ બન્ને ટ્રસ્ટીઓની ધરપકડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે આ ગુનામાં ફરિયાદી બનેલા ભુપેન્દ્રભાઈ શાંતિલાલભાઈ વોરા (ઉ.વ.61, રહે.કાંદિવલી વેસ્ટ-મુંબઈ, મુળ મહુડી)એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે શ્રી મહુડી (મધુપુરી) જૈન શ્ર્વેત મૂર્તિપૂજક ટ્રસ્ટના લેટર પેડ ઉપર મહુડી મંદિરના ટ્રસ્ટી નિલેશભાઈ કાંતિલાલ મહેતા તેમજ સુનિલભાઈ બાબુલાલ મહેતાએ આ ગુનાને અંજામ આપ્યો છે. તેમણે કહ્યું કે મહુડી મંદિરમાં કુલ આઠ ટ્રસ્ટીઓ છે.

વિજાપુર તાલુકાની નજીક આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ મહુડીના જૈન મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. જેમાં ઘંટાકર્ણ મહાવીરના આ પવિત્ર ધામમાં બિલાડીને જ દૂધનું રખોપું સોંપવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે જેમાં ઘંટાકર્ણ મહાવીર મંદિરના ટ્રસ્ટીઓ જ મંદિરમાંથી ચોરીની ઘટનાને અંજામ આપ્યોં હતો. બે ટ્રસ્ટી મંડળના સભ્યોએ જ 45 લાખ રુપિયાના સોનાનું વરખ તેમજ સોનાની ચેઇનની ચોરી કરતાં સીસીટીવી કેમેરામાં આબાદ રીતે કેદ થયા હતા. આ ઘટનાને પગલે મંદિરના ટ્રસ્ટ્રીગણ તેમજ દર્શને આવતાં દર્શનાર્થીઓમાં ચોરી કરનાર શખ્સ વિરુદ્ધ ફિટકાર વરસાવતાં જોવા મળ્યાં હતા.

વિજાપુર તાલુકાની નજીક આવેલા મહુડી ગામમાં ઘંટાકર્ણ મહાવીરનું ભવ્ય દેરાસર આવેલું છે. આ દેરાસર જૈનોનું પવિત્ર યાત્રાધામ ગણાય છે. પૌરાણિક કાળમાં આ સ્થળને મધુપુરી તરીકે ઓળખવામાં આવતું હતું. આ યાત્રાધામ જૈનોના 24 તીર્થક્ષેત્રોમાંનું એક છે જે પોતાનું વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ દેરાસરનું સંકુલ લગભગ 2 કિલોમીટર જેટલા વિસ્તારમાં પથરાયેલું છે. યાત્રાધામ મહુડીમાં મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા જ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. બે ટ્રસ્ટી નિલેશ મહેતા અને સુનિલ મહેતા 45 લાખ રૂપિયાની સોનાનું વરખ એમ જ એક સોનાની ચેનની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવા પામી છે. આ બંને ચોર ટ્રસ્ટીઓ ચોરી કરતા સીસીટીવી કેમેરામાં નજરે દેખાયા હતા જેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 મહત્વનું છે કે,  નિલેશ મહેતાનો અગાઉથી જ ઈરાદો નક્કી હતો કે તેઓને ડોલમાં મુકેલ સોનાના વરખનો ઉતારો લઈ લેવા માટે અને તેમાં રહેલા સુખડની સુગંધ પકડાય ન જાય તે માટે તેમણે પૂજારી પાસેથી સુખડનું તેલ મંગાવ્યું હતું. આ પછી સ્ટાફ જમીને પરત આવ્યો એટલે તેમના કહેવા પ્રમાણે સોનાના વરખની 700થી 800 ગ્રામ જેટલું સોનાનું વરખ કે જેની કિંમત 45 લાખ રૂપિયા જેટલી થાય છે તે લઈને જતા રહ્યા હતા.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.