મહેસાણા જિલ્લા માં ચોરો જાણે કાનૂન નો ડર ના હોય એવી રીતે ચોરી કરવામાં તો બેફામ બન્યા છે પરંતુ આ ચોરો ને ઝડપવા પોલીસ પણ સક્રિય બનતા ચોરી કરી ફરાર થયેલા ચોરો ને ઝડપી લેવામાં આવતા હોય છે જેમાં મહેસાણા જિલ્લા માં લાડોલ, લિડી,મેળોજ, વિસ્તારમાં ચોરી કરનાર આરોલી ને વડનગર પોલીસે ઝડપી લીધો છે.મહેસાણા જિલ્લા માં લાડોલ,લિડી,મેળોજ,કનેસરા,મોતી પુરા, થોડા સમય પહેલા થયેલી ચોરી અને મહેસાણા તેમજ અન્ય જિલ્લાઓ માં ઘરફોડ ચોરી નો અંજામ આપી ફરાર થયેલા આરોપી ને વડનગર પોલીસે દબોચી લીધો હતો.વડનગર PSI જે,ડી ,પંડ્યા અને તેમનો સ્ટાફ વડનગર પોલીસ સ્ટેશનમાં હતો ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે લાડોલ પોલીસ સ્ટેશન માં ચોરી ના ગુન્હા માં ફરાર થયેલો આરોપી ઠાકોર છગનજી નારણ જી ચોરી ના ગુના ને અંજામ આપી ફરાર હતો તેમજ જેથી વિજાપુર કોર્ટે આ આરોપી ને પકડવા ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો હતો જેથી પોલીસ ને બાતમી મળી હતી કે ફરાર આરોલી પોતાના ઘરે હાજર છે જેથી વડનગર પોલીસે આરોપી ના ઘરે પહોંચી આરોપી એ પોલીસ ને જોઈ ભાગવાની કોશિશ કરતા પોલીસે ઝડપી લીધો હતો .ઝડપાયેલા શખ્સે ચોરીના પાંચ ગુનાની કબૂલાત આપીપૂછપરછ માં ચોરે પાંચ ચોરી ની કબૂલાત કરીવડનગર પોલીસે ઘરફોડ ચોરી કરી ફરાર થયેલા ચોર ને પોતાના ઘરેથી જ ઝડપી લીધો હતો જે બાદ માં પોલીસ પૂછપરછ માં ચોરે અગાઉ કરેલી ચોરીઓ પણ કબૂલી હતી જેમાં ચોરે લાડોલ, લીડી,મેળોજ,કનેસરા,વસાઈ, પોલીસ સ્ટેશન ના વિસ્તારો માં ચોરી ની કબૂલાત કરી હતી જેમાં મહેસાણા જિલ્લા સિવાય પાટણ જિલ્લા ના સિદ્ધપુર માં પણ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.