ગરવી તાકાત કાંકરેજ : કાંકરેજ તાલુકાના ભાજપ કારોબારી બેઠક રૂવેલ ખાતે અંબાજી મંદિરમાં યોજાઈ ગઈ ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી અને કાંકરેજ તાલુકા ના ધારાસભ્ય શ્રી કીર્તિ સિંહ વાઘેલા તેમજ જિલ્લા અધ્યક્ષ ગુમાનસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં યોજાઈ હતી કારોબારી બેઠકમાં વંદે માતરમ ગાન સાથે શરૂ કરવા માં આવેલ બેઠકમાં કાંકરેજ ના પૂર્વ ધારાસભ્ય શ્રી મગનસિંહ વાઘેલાના અવસાન નિમિત્તે શોખની લાગણી દર્શાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ તેમના યોગદાનની નોંધ લેવામાં આવેલ ત્યારબાદ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરેલ આ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી ને કાંકરેજના ધારાસભ્ય શ્રી કિર્તીસિંહ વાઘેલાએ જણાવેલ કે સૌથી સારી અને મોટી સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિ માં આજે બેઠક યોજાઈ છે
ત્યારે મને આનંદ થાય છે કે કાંકરેજ ના કાર્યકરો ધારે તે પરિણામ લાવી શકવામાં સક્ષમ છે જેનું તાજું ઉદાહરણ લોકસભા છે જેમાં ૩૦ હજારથી વધુ મતો ભાજપના ઉમેદવારને મત મળેલા અને જંગી બહુમતીથી જીત હાસિલ કરેલ કાર્યકરોએ 2022 ની ચૂંટણીમાં પણ મોદી સાહેબની આગેવાનીમાં લડવાની છે ઉમેદવાર કોઈપણ હોય આપણું ઉમેદવાર કમળ કમળ કમળ છે આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ માન્ય ગુમાનસિંહ ચૌહાણ કાંકરેજ વિધાનસભા પ્રભારી મહેન્દ્રસિંહ રાણા નંદાજી જિલ્લા ભાજપ મહામંત્રી ડાયાભાઈ પીલીયાતર મહામંત્રી કનુભાઈ વ્યાસ પૂર્વ મહામંત્રી ભારત સિંહ ભાટેસરિયા અમરતભાઈ દેસાઇ એ પ્રાસંગિક પ્રવચન કરેલ અને કાર્યકરોને માર્ગદર્શન આપેલ આ પ્રસંગે પ્રાથમિક સભ્ય નોંધણીમાં જે કાર્ય કરે 100 થી વધુ સભ્યો નોંધેલ તેમનો ખેસ પહેરાવી બહુમાન કરવામાં આવેલ સમગ્ર તાલુકામાંથી વિવિધ મોરચાના પદ અધિકારીઓ સક્રિય સભ્યો કારોબારી સભ્યો મોટી સંખ્યામાં હાજર રહેલ
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ