મહેસાણા જિલ્લાના કાંસામાં 5 વર્ષીય બાળકને ટેમ્પોએ ટક્કર મારતાં મોત થયો

June 11, 2022

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના વિસનગરના કાંસામાં ઉમિયાનગર વિસ્તારમાં બાળકો મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન 5 વર્ષીય બાળકને ટેમ્પોના ચાલકે ટક્કર મારતાં મોત થતાં ટેમ્પોના ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. કાંસાના ઉમિયાનગરની સામે રહેતા અને છુટક મજુરીકામ કરતા જીતેન્દ્રભાઇ છગનભાઇ વાંસફોડાનો 5 વર્ષીય દિકરો વિરાટ આજુબાજુમાં રહેતા બીજા બાળકો સાથે ઉમિયા માતાના મંદિરે દર્શન કરવા ગયો હતો જ્યાંથી દર્શન કરી બીજા બાળકો પરત આવ્યા હતા

જ્યારે વિરાટ પાછળ રહી ગયો હતો જે પરત ઘરે આવી રહ્યો હતો તે દરમિયાન ટેમ્પોના ચાલકે વિરાટને ટક્કર મારતાં દીકરાને ગંભીર ઇજા પામેલ હાલતમાં જોતાં સારવાર અર્થે વિસનગરની સિવીલમાં ખસેડ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે જીતેન્દ્રભાઇની ફરિયાદને આધારે મૃતક વિરાટનું સિવીલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવી આ અંગે ટેમ્પોના ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0