બનાસકાંઠા : થરાદના ખેંગારપુરા ગામમાં સીપુ પેજ-1 પાણીના પ્લાન્ટમાં એક દુર્ઘટના સામે આવી પ્લાન્ટના સંપમાંથી 28 વર્ષીય યુવક ધીરાભાઈ હરજીભાઈ ઠાકોરનો મૃતદેહ મળી આવ્યો મૃતક ખેંગારપુરા ગામના રહેવાસી અને એક બાળકના પિતા હતા.
![]()
મોડી સાંજે થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી શરૂ કરી. ટીમે સંપમાંથી મૃતદેહને બહાર કાઢીને પરિવારજનો અને પોલીસને સોંપી દીધો.

ફાયર ઓફિસર વિરમજી રાઠોડના જણાવ્યા અનુસાર, તેમની ટીમને કોલ મળતાં જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને સંપમાંથી બહાર કાઢવામાં આવ્યો. બનાવની જાણ થતાં ગ્રામજનો મોટી સંખ્યામાં પ્લાન્ટ ખાતે એકત્રિત થયા હતા.


