સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે આજની યુવા પેઢી શોર્ટ વીડિયો બનાવી લોકોને એન્ટરટેઈન કરવા, લોકોની લાઈક્સ, કમેન્ટ્સ, વ્યૂઝ મેળવવાના ઘેલા લાગ્યા છે. યુવક યુવતીઓ આ માટે ન કરવાનું પણ કરતાં હોય છે. ઘણા વીડિયોમાં તો અન્યોને પણ જાેખમ થાય તેવું પણ કરતાં હોય છે. ત્યારે આવું જ સુરતમાં બન્યું છે. શોર્ટ વીડિયો બનાવતી વખતે જમીન પર પડી ગયેલા યુવાનનું રહસ્યમય મોત થતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઇ છે. આ ૨૧ વર્ષની યુવતી પર અગાઉ સાડીના વેપારીનો પુત્ર અને શોર્ટ વીડિયો પ્રેમી હોવાનું બહાર આવ્યું છે
પીડિત પિતા મુરલીધર વાઘવાણીએ આ ઘટના બાદ કહ્યું હતું કે, ઘટનાની જાણ બાદ હોંશ ઉડી ગયા હતા. પ્રથમ માત્ર ૨૧ વર્ષનો હતો. એક મોટાભાઈ અને માતા-પિતા અને દાદી સાથે રહેતો હતો. ઘરમાં સૌનો લાડકો હતો. તેઓ પોરબંદરના રહેવાસી છે. ધોરણ- ૯ બાદ અભ્યાસમાં રૂચિ ન રહેતા મારી (પિતા) સાથે જ સાડીના વેપારમાં જાેડાઈ ગયો હતો.
નરેશ વાઘવાણી કહ્યું હતું પ્રથમને સિવિલ લઈ આવ્યા બાદ સ્ટેચર ન મળ્યું, પૂછપરછ કરી નોકરી ચાલી જશે, જબજસ્તી સ્ટેચર લઈ આવ્યા બાદ બીજે લઈ જવા ૧૦૮ એ અમને સાથ સહકાર આપ્યો એને પણ જબરજસ્તી કરી ત્યારે એ ખાનગી હોસ્પિટલમાં લઈ જવા તૈયાર થયો, પણ ત્યાં સુધીમાં સમય નીકળી ગયો હતો અને પ્રથમનું મોત થયું હતું.
(ન્યુઝ એજન્સી)