વિજાપુરમાંથી નંબર પ્લેટ વિનાની બાઇક સાથે યુવક ઝડપાયો

October 12, 2026

માણસામાંથી ચોરાયેલી બાઇક સાથે તસ્કરને મહેસાણા એલસીબીએ વિજાપુર સ્ટેશન ચક્કર પાસેથી દબોચ્યો

ચેચિસ નંબર ઘસી નંખાયો હતો પણ એન્જિન નંબરે ભેદ ખોલ્યો: આરોપી પંકજ દંતાણીની અટકાયત કરી મુદ્દામાલ કબજે

ગરવી તાકાત 12-10-2026

મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલવા અપાયેલી સૂચનાઓના પગલે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)ને સફળતા મળી છે. એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.ડી. કાકરેચા તથા ટીમ વિજાપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ કિરણજી તથા કોન્સ્ટેબલ અક્ષયસિંહને મળેલી ચોક્કસ બાતમીના આધારે વિજાપુર સ્ટેશન ચક્કર ખાતે વોચ ગોઠવીને નંબર પ્લેટ વગરની કાળા રંગની હીરો સ્પ્લેન્ડર બાઇક સાથે એક શંકાસ્પદ યુવકને ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોલીસે પંચોની હાજરીમાં તપાસ કરતાં બાઇકનો ચેચિસ નંબર ઘસી નાખેલો જણાયો હતો. જોકે, પોલીસે એન્જિન નંબરના આધારે ઓનલાઇન તપાસ કરતાં આ વાહનનો અસલ નંબર GJ.18.CG.9362 હોવાનું ખુલ્યું હતું. બાઇકના કાગળો બાબતે યુવક સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. આકરી પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તે છૂટક મજૂરી કરે છે અને વાહનની જરૂરિયાત હોવાથી આશરે એકાદ મહિના પહેલાં ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના સોલૈયા (આનંદપુરા) ગામે રાત્રિના સમયે વાડામાંથી બાઇક ચોરી કરી હતી. આ ચોરી અંગે માણસા પોલીસ મથકે ગુનો નોંધાયેલો હતો. પોલીસે ₹15,000ની કિંમતનું મોટરસાયકલ કબજે કરી 20 વર્ષીય આરોપી પંકજભાઈ ઉર્ફે અજયભાઈ દંતાણીની અટકાયત કરી વધુ કાર્યવાહી માટે વિજાપુર પોલીસને સોંપ્યો છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0