પાટણ જિલ્લાના સમીમાંથી બોગસ તબીબ ઝડપાયો

August 25, 2026

ગરવી તાકાત ઃ 25-8-2026

પાટણ જિલ્લામાં સામાન્ય નાગરિકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતા નકલી તબીબો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા માટે પોલીસ તંત્ર દ્વારા વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઝુંબેશના ભાગરૂપે પાટણ એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમોની રચના કરવામાં આવી હતી અને શંકાસ્પદ સ્થળો પર સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પાટણ એસઓજીની ટીમે સમી વિસ્તારમાં સરકારી મેડિકલ ઓફિસરને સાથે રાખીને ઓચિંતો દરોડો પાડ્યો હતો.

આ દરોડા દરમિયાન સમી વિસ્તારમાંથી કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી, સરકારમાન્ય પ્રમાણપત્ર કે અધિકૃત લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે એલોપેથિક ક્લિનિક ચલાવતો અને દર્દીઓની સારવાર કરતો એક બોગસ તબીબ રંગેહાથ ઝડપાઈ ગયો હતો. પોલીસે સ્થળ પરથી જુદા જુદા પ્રકારના ઇન્જેક્શનો, એલોપેથિક દવાઓ તથા દર્દીઓની તપાસ માટે વપરાતા વિવિધ તબીબી સાધનો સહિત કુલ રૂ. ૮,૪૬૦.૨૮ ની કિંમતનો મેડિકલ મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

તપાસ દરમિયાન પકડાયેલા આરોપીની ઓળખ જુબેરખાન મોરાદખાન ખોખર (ઉંમર વર્ષ ૨૬, રહેવાસી મુજપુર, તાલુકો શંખેશ્વર, જિલ્લો પાટણ) તરીકે થઈ છે. માનવ જિંદગી જોખમમાં મૂકીને લોકો સાથે છેતરપિંડી આચરવા બદલ આ શખ્સ વિરુદ્ધ સમી પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ-૨૦૨૩ તેમજ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની સંબંધિત કડક કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0