મેઘરજમાં ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા અલગ ભીલપ્રદેશ રાજ્યની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું…

July 16, 2026

ગરવી તાકાત અરવલ્લી : અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા અલગ ભીલપ્રદેશ રાજ્યની માંગ સાથે મેઘરજ મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના લોકો અને સામાજિક આગેવાનો એકત્ર થયા આ કાર્યક્રમ માનગઢ સંદેશ એકતા યાત્રા પૂર્વે યોજાયો.

Meghraj: Bhil Pradesh Mukti Morcha Demands Separate State | Aravalli

કાર્યકરોએ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીને સંબોધીને અલગ ભીલપ્રદેશ રાજ્યની રચના કરવાની માંગ કરી આવેદનપત્રમાં ભીલ સમાજના સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને સાંસ્કૃતિક વિકાસ માટે અલગ રાજ્યની આવશ્યકતા પર ભાર મૂકવામાં આવ્યો આ પ્રસંગે સમાજના અગ્રણીઓ, યુવાનો, મહિલાઓ.

અને ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કાર્યક્રમ દરમિયાન સમાજના અધિકારોના રક્ષણ અને લાંબા સમયથી ચાલતી અલગ ભીલપ્રદેશ રાજ્યની માંગ અંગે સરકાર સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી મેઘરજ મામલતદારે આવેદનપત્ર સ્વીકારીને સરકાર સુધી આ રજૂઆત પહોંચાડવાની ખાતરી આપી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0