પાટણ શહેરમાં અષાઢી બીજના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા પૂર્વે સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું…

July 15, 2026

ગરવી તાકાત પાટણ : પાટણ શહેરમાં અષાઢી બીજના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા પૂર્વે સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયીએ વિશાળ પોલીસ કાફલા સાથે જગન્નાથ મંદિરથી રથયાત્રાના પરંપરાગત રૂટ પર ફ્લેગ માર્ચ યોજી પોલીસની 15 જેટલી ગાડીઓ, ઘોડેસવાર પોલીસ અને ડોગ સ્ક્વોડ એકસાથે નીકળતા શહેરીજનો આ નજારો જોવા માટે ઘરની બહાર ઉમટી પડ્યા.

પોલીસ અધિક્ષક વી.કે. નાયીએ જણાવ્યું રથયાત્રાના માર્ગનું નિરીક્ષણ પૂર્ણ કરવામાં આવ્યું બંદોબસ્ત માટે 2 ડીવાયએસપી, 12 પીઆઈ, 22 પીએસઆઈ અને 1000થી વધુ પોલીસકર્મીઓ, હોમગાર્ડ તથા જીઆરડીના જવાનો તૈનાત કરવામાં આવશે સમગ્ર રથયાત્રાના રૂટ પર ડ્રોન દ્વારા સુપરવિઝન રાખવામાં આવશે આ ઉપરાંત, પોલીસકર્મીઓ બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરશે અને રૂટ પર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા.

સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અલગ-અલગ QRT (ક્વિક રિસ્પોન્સ ટીમ) પણ તૈનાત કરાઈ અને ફિક્સ પોઈન્ટ પણ રાખવામાં આવ્યા આ ફ્લેગ માર્ચ દ્વારા સમગ્ર બંદોબસ્તની આખરી વ્યવસ્થાને અંતિમ રૂપ આપવામાં આવ્યું પોલીસ દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા માટે આયોજન કરવામાં આવ્યું.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0