ગરવી તાકાત હિંમતનગર : હિંમતનગરમાં કલેક્ટર કચેરીના સભાખંડમાં મતદાન મથકોના પુનર્ગઠન અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ સાબરકાંઠા જિલ્લા કલેકટર લલિત નારાયણ સિંઘ સાદુંના અધ્યક્ષસ્થાને આ બેઠકમાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા આ પુનર્ગઠન 01/01/2027ની લાયકાતની તારીખના સંદર્ભમાં કરવામાં આવશે.

કલેક્ટરે જણાવ્યું આગામી સમયમાં મતદારોને મતદાન કરવામાં કોઈ મુશ્કેલી ન પડે અને ભૌગોલિક અનુકૂળતા જળવાઈ રહે તે હેતુથી મતદાન મથકોનું પુનર્ગઠન કરવું અત્યંત જરૂરી તેમણે તમામ પક્ષોના પ્રતિનિધિઓને આ પ્રક્રિયામાં વહીવટી તંત્રને સહયોગ આપવા અને રચનાત્મક સૂચનો રજૂ કરવા અપીલ કરી.

આ સૂચનો કાયદાકીય જોગવાઈઓ અનુસાર સમયસર અને પારદર્શક રીતે કામગીરી પૂર્ણ કરવામાં મદદરૂપ થશે બેઠકમાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપરાંત પ્રાંત અધિકારીઓ અને વિવિધ અમલીકરણ અધિકારીઓ પણ હાજર રહ્યા મતદાન મથકોના પુનર્ગઠન અંગે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી.


