ગરવી તાકાત અમીરગઢ : અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો એક ખાનગી ટ્રાવેલ્સ બસમાંથી રૂ.3.49 લાખથી વધુ કિંમતનો 21 પેટી દારૂ મળી આવ્યો આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને દારૂ તથા બસ સહિત કુલ રૂ. 18.89 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો અમીરગઢ પોલીસ સ્ટેશનના પી.આઈ. બી.ડી. ગોહિલને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી રાજસ્થાનના આબુરોડ તરફથી આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ બસને ચેકપોસ્ટ પર રોકવામાં આવી.

પોલીસે બસની ડેકીમાં તપાસ કરતા પાર્સલ મળી આવ્યા આ પાર્સલો ખોલીને તપાસ કરતા તેમાંથી વિવિધ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 21 પેટીઓ મળી આવી જેમાં 864 બોટલો હતી. આ દારૂની કિંમત રૂ. 3,49,777 આંકવામાં આવી દારૂ ઉપરાંત, પોલીસે ટ્રાવેલ્સ બસ પણ જપ્ત કરી આમ, દારૂ અને બસ સહિત કુલ રૂ. 18,89,777 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો પોલીસે બસના ડ્રાઈવર ભાગીસ્થરામ મોનારામ મુગનારામ બિશ્નોઈ (ઉં.વ. 38, રહે. ભોજાસર, તા. લોદી, જિ. જોધપુર, રાજસ્થાન)

અને ક્લીનર રામકિશન કૈવરૂરામ ભાખરરામ બિશ્નોઈ (ઉં.વ. 27, રહે. પોખરણ, જિ. જેસલમેર, રાજસ્થાન) ની ધરપકડ કરી આ બંને આરોપીઓ ગુજરાતમાં ગેરકાયદેસર રીતે દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યા પોલીસે તેમની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમો 6, 65એઈ, 116(બી), 83, 81, 98(2) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દારૂનો જથ્થો આપનાર અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ.


