ગરવી તાકાત પાટણ : પાટણની ફેમિલી કોર્ટ પરિસરમાં પ્રેમ લગ્નનો ખાર રાખીને સાસરિયાં પક્ષના સભ્યો દ્વારા જમાઈ પર હુમલો કરવામાં આવ્યો આ ઘટનામાં જમાઈને ચપ્પલ અને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો જ્યારે તેની પત્નીને પિતા દ્વારા ખેંચી જવામાં આવી આ મામલે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ બલીસાણા ગામના વતની અને ધારપુર હોસ્પિટલમાં પ્રાઇવેટ નોકરી કરતા 30 વર્ષીય દિક્ષીતકુમાર નગીન તુરી બારોટે આ અંગે ફરિયાદ નોંધાવી તેમણે પોતાના સસરા કિંતી, સાસુ કમળાબેન અને સાળા હાર્દિક વિરુદ્ધ નામજોગ ગુનો દાખલ કરાવ્યો પોલીસે બી.એન.એસ.એસ.ની કલમ 173 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
પોલીસ ફરિયાદની વિગતો મુજબ, ફરિયાદી દિક્ષીતકુમારે આશરે ચાર વર્ષના પ્રેમ સંબંધ બાદ છ મહિના પહેલા જળચોક દુખવાડાની કિજલબેન સાથે પોતાની મરજીથી પ્રેમ લગ્ન કર્યા કિજલબેનના માતા-પિતા અને ભાઈને આ લગ્ન પસંદ ન હોવાથી તેઓ અવારનવાર લગ્ન સંબંધ તોડી નાખવા માટે દબાણ કરતા આ દંપતી નામદાર ફેમિલી કોર્ટ, પાટણ ખાતે કેસ નંબર 72/2026 ની મુદત હોવાથી કોર્ટમાં હાજર બપોરના અરસામાં કોર્ટ પરિસરમાં બેઠેલા દંપતી પાસે અચાનક કિજલબેનના પિતા કિંતી આવ્યા તેમણે પુત્રીનો હાથ પકડીને તેને ઢસડીને એક તરફ લઈ ગયા.

ત્યારબાદ ફરિયાદી દિક્ષીતકુમાર પાસે તેના સાસુ કમળાબેન અને સાળો હાર્દિક ધસી આવ્યા સાળા હાર્દિકે ફરિયાદીને પકડી રાખ્યો જ્યારે સાસુ કમળાબેને પગમાંથી ચપ્પલ કાઢીને દિક્ષીતકુમારને ચપ્પલ તેમજ હાથ-પગ વડે મૂઢમાર મારવાનું શરૂ કર્યું સાસરિયાઓએ કોર્ટ પરિસરમાં જ અપશબ્દો બોલીને હોબાળો મચાવ્યો ઘટનાને પગલે કોર્ટ પરિસરમાં હાજર પોલીસ સ્ટાફ અને કોર્ટના કર્મચારીઓ દોડી આવ્યા અને ફરિયાદીને વધુ માર ખાવામાંથી બચાવ્યો હુમલો કર્યા બાદ આરોપીઓ ત્યાંથી નીકળી ગયા અને જતાં-જતાં ફરી ક્યાંય સામે મળશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપી.


