ગરવી તાકાત અરવલ્લી : અરવલ્લી જિલ્લાના ભિલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો અને હત્યાના ગંભીર કેસમાં જિલ્લા સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી કોર્ટે આરોપી પર ₹15,000નો દંડ પણ લાદ્યો તેમ સરકારી વકીલ ડી. એસ. પટેલે જણાવ્યું પ્રાપ્ત વિગતો અનુસાર, આ ઘટના વર્ષ 2024 દરમિયાન બની હતી. ભિલોડા તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં ધોરણ-9માં અભ્યાસ કરતી સગીરાને સાબરણગામનો વિશાલ તબિયાડ લગ્નના ઇરાદે ભગાડી ગયો.
![]()
આરોપીએ સગીરાને પોતાની પત્ની તરીકે રાખી જેના કારણે તે ગર્ભવતી બની દરમિયાન, સગીરાને આરોપીના અન્ય એક સ્ત્રી સાથેના પ્રેમસંબંધ વિશે જાણ થઈ આ કારણે બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા એક તબક્કે, આરોપીએ સગીરા પર કેરોસીન છાંટી તેને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો આ ઘટનામાં ગંભીર રીતે દાઝેલી સગીરાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું.

આ બનાવ અંગે ભિલોડા પોલીસ સ્ટેશનમાં પોક્સો અધિનિયમ અને હત્યાની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી કેસની સુનાવણી પૂર્ણ થયા બાદ અરવલ્લી જિલ્લા સેશન્સ કોર્ટે આરોપી વિશાલ સુરેશભાઈ તબિયાડને દોષિત ઠેરવી આજીવન કેદની સજા તેમજ ₹15,000નો દંડ ફટકારવાનો ચુકાદો આપ્યો.


