ગરવી તાકાત અરવલ્લી : અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના વડાગામના સોનાપુરમાં લાઈટ બંધ કરવા બાબતે થયેલા ઝઘડામાં એક વ્યક્તિ પર હુમલો થયો આ ઘટનામાં આઠ લોકો વિરુદ્ધ ધનસુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર, સોનાપુરમાં રહેતા સુરેશભાઈ વણઝારાના ઘર નજીક આવેલા જી.ઈ.બી.ના થાંભલામાં આગ લાગી આથી સુરેશભાઈએ જી.ઈ.બી.માં ફોન કરીને લાઈટ બંધ કરાવી લાઈટ બંધ થતાં આસપાસના લોકો સુરેશભાઈ પાસે આવ્યા.

અને તેમને ગામના દાદા બનીને લાઈટ બંધ કરાવવા બદલ ઠપકો આપ્યો ત્યારબાદ તેઓએ સુરેશભાઈને અપશબ્દો બોલીને માર મારવાનું શરૂ કર્યું હુમલાખોરોએ સુરેશભાઈને ફેટો અને લાકડી વડે માર માર્યો જેના કારણે તેમને જમણા પગની ઘૂંટી પર ઈજા થઈ આસપાસના લોકો આવીને તેમને બચાવ્યા ઈજાગ્રસ્ત સુરેશભાઈને તાત્કાલિક ખાનગી વાહનમાં બાયડની અર્પણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.

તેમની માતાને પણ સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા ત્યારબાદ 112 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરવામાં આવી આ ઘટના અંગે સુરેશભાઈ વણઝારાએ ધનસુરા પોલીસ સ્ટેશનમાં આઠ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી આરોપીઓમાં વીરાજી વણઝારા, કરણ વણઝારા, અર્જુન વણઝારા, નગીન વણઝારા, ધવલ વણઝારા, કેતન વણઝારા, જયેશ વણઝારા અને બાદરજી વણઝારાનો સમાવેશ થાય.


