ગરવી તાકાત પાટણ : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે કુલપતિ ડો. કે.સી. પોરિયાના અધ્યક્ષસ્થાને એકેડેમિક કાઉન્સિલની બેઠક યોજાઈ આ બેઠકમાં નવા શૈક્ષણિક સત્રથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) અંતર્ગત ઓનર્સ અને સંશોધન અભ્યાસક્રમો તેમજ કોલેજોના LIC રિપોર્ટ અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા બેઠકમાં એવો નિર્ણય લેવાયો જે કોલેજોના LIC રિપોર્ટ પોઝિટિવ આવ્યા.
![]()
તે તમામ રિપોર્ટ સરકારમાં મોકલવામાં આવશે આ ઉપરાંત નવા શૈક્ષણિક સત્રથી NEP અંતર્ગત સેમેસ્ટર 7 અને 8 માં ઓનર્સનો અભ્યાસક્રમ શરૂ થઈ રહ્યો આ અભ્યાસક્રમ માટે અનુદાનિત (ગ્રાન્ટેડ) અને સરકારી કોલેજોને હવે LIC પ્રક્રિયામાંથી મુક્તિ આપવામાં આવશે, જ્યારે ખાનગી કોલેજોમાં LIC ફરજિયાત રહેશે ઓનર્સ વિથ રિસર્ચનો અભ્યાસક્રમ ચલાવતી તમામ કોલેજોમાં LIC પ્રક્રિયા ફરજિયાત કરવામાં આવશે.

ફી માળખા અંગે ઓનર્સ અને ઓનર્સ વિથ રિસર્ચના સેમેસ્ટર 7 માં, સેમેસ્ટર 6 માં વિદ્યાર્થીઓ પાસેથી લેવાયેલી ફી જ એડહોક ધોરણે સેમેસ્ટર 7 અને 8 માં લેવાનો નિર્ણય કરાયો યુનિવર્સિટી સંલગ્ન SI કોલેજો માટે પણ નિયમો નક્કી કરાયા જેમાં એક ડિવિઝનમાં 60 વિદ્યાર્થીઓ ફાળવવાનું નક્કી થયું આ બેઠકમાં રજિસ્ટ્રાર ડો. રોહિતભાઈ દેસાઈ અને સમિતિના સભ્ય દિલીપભાઈ ચૌધરી સહિત અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા.


