અરવલ્લી જિલ્લાના મોડાસા-ધનસુરા રોડ પર આવેલી કોલેજ પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું…

June 30, 2026

ગરવી તાકાત અરવલ્લી : અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું મોડાસા-ધનસુરા રોડ પર આવેલી કોલેજ પોલીસ ચોકીનું નવીનીકરણ કરીને તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ ચોકીનું લોકાર્પણ અરવલ્લી જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોલેજ નજીક આવેલી આ પોલીસ ચોકીનું રિનોવેશન રોટરી ક્લબ મોડાસા દ્વારા કરવામાં આવ્યું.

ક્લબે ચોકીને આધુનિક અને સુવિધાયુક્ત બનાવી જે હવે નવીન રૂપ રંગ સાથે કાર્યરત થઈ આ પોલીસ ચોકીનો મુખ્ય હેતુ ધનસુરા રોડ પર દિવસભર રહેતી વાહનોની અવરજવરનું નિયમન કરવું કોલેજોમાં અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી અને ટ્રાફિક વ્યવસ્થાને સુદૃઢ બનાવવાનો ઉપરાંત, છેડતી, મારામારી, ચોરી જેવી ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવીને સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદ મળશે.

કોલેજ વિસ્તારમાં અકસ્માત, ઇમરજન્સી અન્ય કોઈ કટોકટીની સ્થિતિમાં સ્થાનિક લોકોને ઝડપથી પોલીસ સહાય મળી રહેશે આ ઉપરાંત, આવેલી અરજીઓનું પણ ત્વરિત નિરાકરણ લાવી શકાશે જેનાથી સ્થાનિકોમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બનશે આ ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા ડીવાયએસપી, મોડાસા ટાઉન પીઆઈ, પીએસઆઈ, અન્ય પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો તેમજ શહેરના આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0