ગરવી તાકાત હિંમતનગર : હિંમતનગર નગરપાલિકાની ગુરુવારે યોજાયેલી સામાન્ય સભામાં વિપક્ષના નેતા અને ચીફ ઓફિસર વચ્ચે વિકાસ કામોના મુદ્દે શાબ્દિક ટપાટપી થઈ આ ઘટનાથી સભાખંડમાં ભારે ગરમાવો છવાઈ ગયો બીજી તરફ નવીન હોલ નાનો પડતાં બેઠક મુશ્કેલ બની વિપક્ષના નેતા ઈમરાન બાદશાહે એજન્ડામાં સૂચવાયેલા કેટલાક વિકાસ કામો અંગે સ્પષ્ટતા માંગી.

તેમની પ્રશ્નોત્તરી દરમિયાન સત્તાધારી પક્ષના કોર્પોરેટરો મૌન રહ્યા પરંતુ વિપક્ષના નેતાએ ચીફ ઓફિસર સમક્ષ પ્રશ્નોનો મારો ચલાવ્યો આ સભામાં નગરપાલિકાના કર્મચારીઓની સેવા વિષયક બાબતો પર નિર્ણય લેવા અંગે પણ ભારે હોબાળો થયો કુલ 26 મુદ્દા ઉપરાંત પ્રમુખ સ્થાનેથી પાંચ મુદ્દા મળીને 30 મુદ્દા રજૂ કરવામાં આવ્યા.

આ મુદ્દાઓમાં ટાવર ચોકમાં બગીચા પાસે જગ્યાની ફાળવણી, પાણી, ગટર અને પાઈપલાઈન નાખવા સહિતના પ્રશ્નો તેમજ નગરપાલિકામાંથી નિવૃત્ત થતા કર્મચારીઓના લાભો અંગે ચર્ચા કરવામાં આવી વિકાસ કામોના મુદ્દે વિપક્ષના નેતા આગામી સમયમાં નિયમોને આધિન રહીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી શકે તેવી શક્યતા.


