ગરવી તાકાત હિંમતનગર : હિંમતનગરમાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં નાગરિકો દ્વારા કુલ 16 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા કાર્યક્રમ દરમિયાન અરજદારો તરફથી જમીન સંપાદન દબાણ હટાવવા બાબત ગામતળમાં પ્લોટ ફાળવણી જમીન માપણી તેમજ સર્વે નંબરમાં રહેલી ક્ષતિઓ સુધારવા અંગેની રજૂઆતો કરવામાં આવી.

આ ઉપરાંત નાગરિક સુવિધાને સ્પર્શતા વિવિધ પ્રશ્નો પણ રજૂ કરાયા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુએ ઉપસ્થિત અરજદારોની રજૂઆતોને વિગતવાર સાંભળી માર્ગદર્શન પૂરું પાડ્યું તેમણે વહીવટી તંત્રના તમામ અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી કે કચેરીએ આવતા પ્રત્યેક નાગરિકની સમસ્યાઓ અને પ્રશ્નોને સંવેદનશીલતાપૂર્વક સાંભળી.
![]()
કાયદાકીય મર્યાદામાં રહીને તેનો ત્વરિત અને કાયમી ઉકેલ લાવવાની દિશામાં પરિણામલક્ષી કામગીરી કરવામાં આવે આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.પટેલ અધિક નિવાસી કલેક્ટર ક્રિષ્ના વાઘેલા ડીવાયએસપી એ.કે.પટેલ, વિવિધ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા.


