ગરવી તાકાત મહેસાણા : માનવ જાતને આરોગ્ય સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી પ્રધાનમંત્રીના પ્રયાસોથી દર વર્ષે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે આ વર્ષે મહેસાણા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ, મહેસાણા ખાતે કરવાનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમના સુચારું અને સફળ સંચાલન માટે જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે એક સમીક્ષા બેઠક યોજાઈ જેમાં જિલ્લા કલેક્ટરએ ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડ્યું.

આ બેઠક દરમિયાન નિવાસી અધિક કલેક્ટર મયંક પટેલે સમગ્ર કાર્યક્રમના સુદ્રઢ આયોજન અને સંકલનની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરી જેમાં કાર્યક્રમ સ્થળે શિબિરાર્થીઓની હાજરી સ્ટેજ અને પ્લેટફોર્મની વ્યવસ્થા, યોગ્ય માઇક-સાઉન્ડ સિસ્ટમ તેમજ અવિરત વીજ પુરવઠો જળવાઈ રહે તે બાબતો સુનિશ્ચિત કરવા જણાવ્યું આ ઉપરાંત નાગરિકોની સુવિધા માટે સ્થળ પર પીવાના પાણીની વ્યવસ્થા, સાફ-સફાઈ અને સેનિટેશનની કામગીરી તેમજ તાત્કાલિક તબીબી સહાય માટે ડોક્ટર અને એમ્બ્યુલન્સ સહિતની પ્રાથમિક સારવારની સુવિધાઓ તૈનાત રાખવા.

સંબંધિત વિભાગોને સૂચના આપી બેઠકમાં મિનિટ ટુ મિનિટ કાર્યક્રમની રૂપરેખા અને આમંત્રણ પત્રિકા તૈયાર કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમની સાથે-સાથે તાલુકા મથકોએ યોજાનારા કાર્યક્રમો અંગે પણ સંબંધિત અધિકારીઓને આયોજન કરવા તાકીદ કરવામાં આવી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંચુ વિલ્સન, પ્રાંત અધિકારીઓ સહિત વિવિધ સંલગ્ન વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવવા માટેની વહીવટી તૈયારીઓને આખરી ઓપ આપ્યો.


