ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠાના ઓગડ તાલુકાના રાજપુર ગામના એક ખેડૂત સાથે શેર માર્કેટમાં વધુ નફો કમાવવાની લાલચ આપીને ₹1.35 લાખની ઓનલાઈન છેતરપિંડી થઈ આ મામલે પીડિતે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહીની માંગ કરી ફરિયાદ મુજબ રાજપુર ગામના મહેશપુરી પ્રહલાદપુરી ગોસ્વામીનો અજાણ્યા મોબાઈલ નંબરો પરથી સંપર્ક કરવામાં આવ્યો તેમને શેર માર્કેટમાં રોકાણ કરીને ડીમેટ એકાઉન્ટ દ્વારા વધુ નફો અપાવવાની લાલચ આપવામાં આવી.

ઠગબાજોએ ફરિયાદી પાસેથી પ્રથમ ₹10,000, ત્યારબાદ ₹35,000 અને પછી વિવિધ બહાના હેઠળ દબાણ કરીને કુલ ₹1,35,000 એક બેંક ખાતામાં જમા કરાવ્યા રૂપિયા જમા કરાવ્યા બાદ, ફરિયાદીને શેર માર્કેટમાં મોટું નુકસાન થયું હોવાનું જણાવી વધુ પૈસા જમા નહીં કરાવવા પર પોલીસ કાર્યવાહી ધરપકડ અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી આ ધમકીઓથી ગભરાયેલા ફરિયાદીએ પરિવારજનોને જાણ કરતાં.

તેમના પુત્રએ 1930 સાયબર હેલ્પલાઈન પર સંપર્ક કર્યો સાયબર ક્રાઈમની મદદથી આશરે ₹93,067ની રકમ હોલ્ડ કરાવવામાં સફળતા મળી ફરિયાદમાં અમિત, મનોજભાઈ અને રજત પાટીલ જેવા નામોનો ઉપયોગ કરનાર અજાણ્યા શખ્સો તેમજ સંબંધિત બેંક ખાતાધારક સામે ઓનલાઈન છેતરપિંડી અને ધમકી બદલ કાયદેસરની કાર્યવાહીની માંગ કરવામાં આવી થરા પોલીસ સ્ટેશન આ ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી.


