બનાસકાંઠા જિલ્લામાં આગામી 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે આ વર્ષે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે જેમાં મંત્રી પ્રવીણભાઈ માળી અને રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમના સુચારુ આયોજન અને સફળતા માટે બનાસકાંઠા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેકટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ બેઠકમાં કલેકટરે જિલ્લા નગરપાલિકા અને તાલુકા કક્ષાના આયોજનો પ્રોટોકોલ તાલીમ, કાયદો-વ્યવસ્થા અને જનભાગીદારી વધારવા અંગે વિવિધ વિભાગોના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું તેમણે પૂર્વ તૈયારીઓની ઝીણવટભરી સમીક્ષા કરી કલેકટર મિહિર પટેલે જણાવ્યું આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ Yoga for Healthy Ageing (સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ) રાખવામાં આવી.

આ થીમ દરેક વયજૂથના લોકોમાં ખાસ કરીને વડીલોમાં તંદુરસ્ત અને સક્રિય જીવનશૈલીને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત તેમણે વધુમાં જણાવ્યું રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હસ્તકના ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નિઃશુલ્ક યોગ વર્ગો અને કોમન યોગ પ્રોટોકોલની વિશેષ તાલીમ શરૂ કરી દેવામાં આવી આનાથી નાગરિકોમાં સ્વાસ્થ્યપ્રદ અને સકારાત્મક જીવનશૈલીનો વ્યાપ વધશે જિલ્લા કક્ષાની ઉજવણી પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર થશે આ ઉપરાંત અંબાજી ખાતે સુપ્રસિદ્ધ ચાચર ચોકમાં વિશેષ યોગાભ્યાસનું આયોજન કરાયું જિલ્લાના તમામ તાલુકા મથકોએ પણ કાર્યક્રમો યોજાશે જેમાં દાંતા ખાતે આદર્શ નિવાસી શાળા દાંતીવાડા ખાતે સરદાર કૃષિનગર વિદ્યાલય, ડીસા ખાતે ટી.સી.ડી ગ્રાઉન્ડ (સ્પોર્ટ્સ ક્લબ)

ધાનેરા ખાતે વિવેકાનંદ વિદ્યાલય, હડાદ (દાંતા) ખાતે સણાલી આશ્રમશાળા, કાંકરેજ ખાતે એમ.વી. વાલાણી હાઈસ્કૂલ (શિહોરી), થરા ખાતે ઓગડ વિદ્યામંદિર, વડગામ ખાતે યુ.એચ. ચૌધરી કોલેજ અને અમીરગઢ ખાતે પી.એમ. મોડલ સ્કૂલનો સમાવેશ થાય જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમો, પૂર્વ શિબિરો અને જનજાગૃતિ અભિયાનમાં બનાસકાંઠા જિલ્લાના તમામ યોગપ્રેમી નાગરિકો, યુવાનો, મહિલાઓ, વડીલો અને વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં સ્વૈચ્છિક રીતે જોડાવા અપીલ કરવામાં આવી આનાથી સમગ્ર બનાસકાંઠા જિલ્લો યોગમય બની તંદુરસ્ત સમાજના નિર્માણમાં યોગદાન આપી શકશે.


