વડાલી તાલુકાના ધામડી ગામે ટેપ વગાડવાની નજીવી બાબતે પાડોશીઓ વચ્ચે મારામારી…

June 17, 2026

ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ધામડી ગામે ટેપ વગાડવાની નજીવી બાબતે પડોશીઓ વચ્ચે થયેલો વિવાદ ઉગ્ર બન્યો આ ઘટનામાં એક મહિલા સહિત તેમના પરિવાર પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી પીડિત પરિણીતાએ વડાલી પોલીસ સ્ટેશનમાં ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી પ્રાપ્ત વિગતો અનુસાર, ધામડી ગામે પોતાના પિયરમાં રહેતી રક્ષાબેન મહેશભાઈ ઠાકોરે ફરિયાદમાં જણાવ્યું ગત ૦૯/૦૫/૨૦૨૬ના રોજ સાંજના સમયે તેમના પાડોશમાં રહેતા નરેશભાઈ કેશાભાઈ ઠાકોર પોતાના ઘરે ઊંચા અવાજે ટેપ વગાડીને બૂમાબૂમ કરી રહ્યા.

Sabarkantha Police Transfers: Vadali PSI Shifted | SP orders reshuffle

રક્ષાબેન તેમને સમજાવવા ગયા ત્યારે નરેશભાઈ ઉશ્કેરાઈ ગયા અને ગાળો બોલવાની શરૂઆત કરી રક્ષાબેન ઠાકોરના જણાવ્યા મુજબ આ દરમિયાન નરેશભાઈના પિતા કેશાભાઈ ઠાકોર રામનગરના લખુબેન રમેશભાઈ ઠાકોર અને રમેશભાઈ કાન્તીભાઈ ઠાકોર પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યા આ ચારેયે રક્ષાબેન ઠાકોર તથા તેમના પરિવારને અપશબ્દો બોલીને ઝઘડો કર્યો બાદમાં તેઓ લાકડીઓ લઈને મારવા દોડ્યા ત્યારે રક્ષાબેનની બહેન અને બનેવીએ વચ્ચે પડી તેમને છોડાવ્યા ફરિયાદમાં વધુમાં જણાવાયું તે જ દિવસે રાત્રે રક્ષાબેન ઠાકોરનો ભાઈ વિનોદ મજૂરીકામ કરીને ઘરે પરત ફર્યા બાદ ઘટનાની પૂછપરછ કરવા ગયો આના કારણે ફરીથી વિવાદ સર્જાયો.

વિજાપુરના જંત્રાલ ગામમાં રસ્તા બાબતે બે પરિવારો વચ્ચે મારામારી… – Garvi  Takat – Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.

આરોપી નરેશભાઈએ વિનોદને તમાચો મારી તેનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો સાથે જ રક્ષાબેન ઠાકોરને ઉદ્દેશીને અપમાનજનક શબ્દો ઉચ્ચારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી રક્ષાબેન ઠાકોરે જણાવ્યું આરોપીઓ તેમના જ કુટુંબીજનો હોવાથી શરૂઆતમાં સમાજ વચ્ચે સમાધાન થઈ જશે તેવી આશાએ પોલીસ ફરિયાદ કરવામાં આવી ન જોકે, સમાજ સ્તરે કોઈ ઉકેલ ન આવતાં અંતે વડાલી પોલીસ મથકે પહોંચી ચારેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0