ગરવી તાકાત પાટણ : પાટણ શહેરમાં યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું દેશમાં વધતી જતી મોંઘવારી, ભ્રષ્ટાચાર અને તાજેતરમાં સામે આવેલા NEET પરીક્ષાના પેપર લીક મામલે કાર્યકરોએ રસ્તા પર ઉતરી આવી સૂત્રોચ્ચાર કર્યા યુથ કોંગ્રેસના કાર્યકરોએ સરકારની નીતિઓ સામે આક્રમક વિરોધ કાર્યક્રમ યોજ્યો કાર્યકરોએ દેશમાં સતત વધી રહેલી મોંઘવારી અને સરકારી તંત્રમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર સામે નારાજગી વ્યક્ત કરી.

આ સાથે જ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં સમાન NEET પેપર લીક કૌભાંડ અંગે કેન્દ્ર સરકારની નિષ્ફળતાને જવાબદાર ઠેરવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આ વિરોધ પ્રદર્શન દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકરો પાટણના વ્યસ્ત એવા ટીબી ત્રણ રસ્તા પાસે એકત્રિત થયા તેમણે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના પોસ્ટરો સળગાવી સૂત્રોચ્ચાર કર્યા કાર્યકરો રોડ પર જ બેસી જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો.

અને રોડની બંને બાજુએ ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે અંદાજે 6 જેટલા વિરોધ પ્રદર્શન કરી રહેલા યુથ કોંગ્રેસના કાર્યકરોની ઘટનાસ્થળેથી અટકાયત કરી કાર્યકરોની અટકાયત કર્યા બાદ પોલીસે ટ્રાફિક હટાવીને માર્ગ વાહનવ્યવહાર માટે પુન કાર્યરત કરાવ્યો.


