વિસનગર તાલુકાના કાંસા ગામમાં જૂની અદાવતને કારણે એક યુવક પર છરી વડે હુમલો, પોલીસ ફરિયાદ…

June 10, 2026

ગરવી તાકાત મહેસાણા : વિસનગર તાલુકાના કાંસા ગામમાં જૂની અદાવતને કારણે એક યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો રાત્રિના સમયે વોકિંગ કરી રહેલા મિત્રોને આંતરીને એક ‘વોન્ટેડ’ શખ્સે ધમાલ મચાવી આ હુમલામાં મિત્રને બચાવવા વચ્ચે પડેલા યુવકના જમણા હાથની હથેળીમાં છરી વાગતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો કાંસાની રોહિતદાસનગર સોસાયટીમાં રહેતો 22 વર્ષીય વિશાલકુમાર રમેશજી ઠાકોર તેના મિત્રો ધીરજજી અને કિશનજી સાથે જમ્યા બાદ કાંસા બસ સ્ટેન્ડ નંબર 1 પાસે જાહેર રોડ પર વોકિંગ કરી રહ્યો તે સમયે ગામમાં રહેતો ઠાકોર ટીનાજી ઉર્ફે વોન્ટેડ કાંતિજી પોતાનું મોપેડ લઈને ત્યાં ધસી આવ્યો.

One man caught with foreign liquor, one absconding

ટીનાજીએ મોપેડ ઊભું રાખીને વિશાલના મિત્ર ધીરજજીને જૂની પોલીસ ફરિયાદ બાબતે પૂછપરછ કરી અને જાહેરમાં અપશબ્દો બોલવાનું શરૂ કર્યું ધીરજજીએ અપશબ્દો બોલવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઈ ગયો તેણે પોતાની કમરમાંથી ધારદાર લોખંડની છરી કાઢીને ધીરજજી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો આરોપી ટીનાજી છરી મારવા જતો ત્યારે જ વિશાલકુમાર વચ્ચે પડ્યો અને હુમલો રોકવા માટે છરી પકડી લીધી આ ઝપાઝપીમાં વિશાલના જમણા હાથની હથેળીમાં છરીનો ઘા વાગતા તે ઇજાગ્રસ્ત થયો બૂમાબૂમ થતાં ત્રીજા મિત્ર કિશનજીએ વચ્ચે પડીને વિશાલ અને ધીરજજીને વધુ માર ખાવામાંથી છોડાવ્યા.

દાસજ ગામે સાળાએ છરીથી હુમલો કરી બનેવીની હત્યા કરી

જાહેર રોડ પર બૂમાબૂમ થતાં આજુબાજુથી લોકોના ટોળા એકઠા થવા લાગ્યા લોકો ભેગા થતા જોઈ આરોપી ટીનાજી ઉર્ફે વોન્ટેડ કાંતિજી ત્યાંથી ભાગી છૂટ્યો જોકે, જતાં-જતાં તેણે ધમકી આપી આજે તો તમે બધા બચી ગયા છો પણ લાગ ફાવશે એટલે તમને જાનથી મારી નાખીશ ઘટના બાદ ઇજાગ્રસ્ત વિશાલને તાત્કાલિક વિસનગરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો આ બનાવ અંગે વિશાલકુમારે વિસનગર શહેર પોલીસ મથકમાં ઠાકોર ટીનાજી ઉર્ફે કાંતિજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0