પાટણ LCBએ જૂનાગઢના ભવનાથ મેળામાંથી સોનાનો દોરો ચોરી કરનાર બે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા…

June 10, 2026

ગરવી તાકાત પાટણ : પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ જૂનાગઢના ભવનાથ મેળામાંથી સોનાનો દોરો ચોરી કરનાર બે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા આ આરોપીઓ ચોરી કરેલો સોનાનો દોરો પાટણ બજારમાં વેચવા નીકળ્યા પોલીસે તેમની પાસેથી રૂ. 67,950 નો ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો પોલીસને ખાનગી બાતમીદાર પાસેથી માહિતી મળી કે મહાશિવરાત્રી મેળામાં ચોરી કરેલો સોનાનો દોરો વેચવા માટે બે ઈસમો પાટણ બજારમાં ટાંકવાડા ચોક નજીક ફરી રહ્યા.

Foreign liquor worth Rs 4.04 lakh seized in Patan

આ બાતમીના આધારે LCB ટીમે સુનિલ જગદિશ વાઘરી (રહે. અમદાવાદ, મૂળ ઈટોદા, તા. ચાણસ્મા, જિ. પાટણ) અને કિશોર ગાંડા દેવીપૂજક (રહે. લક્ષ્મીપુરા મોઢેરા, તા. બેચરાજી, જિ. મહેસાણા) ને ઝડપી પાડ્યા પકડાયેલા બંને આરોપીઓની સઘન પૂછપરછ કરતાં તેમણે કબૂલ્યું કે ચાર મહિના પહેલાં જૂનાગઢના ભવનાથ મેળામાં ભીડનો લાભ લઈને તેમણે કેશા બાબુ દેવીપૂજક (રહે. ઈટોદા, તા. ચાણસ્મા) નામના અન્ય એક શખ્સ સાથે મળીને આ સોનાનો દોરો ચોર્યો.

પાટણ LCBએ દબોચ્યા, જૂનાગઢથી ચોરેલો સોનાનો દોરો વેચવા નીકળ્યા હતા

પોલીસે આરોપીઓ પાસેથી 06.040 ગ્રામ વજનનો, 75 ટકા ટચ ધરાવતો મિલન ચેન ડિઝાઈનનો સોનાનો દોરો કબજે કર્યો જેની બજાર કિંમત રૂ. 67,950 આંકવામાં આવી પોલીસે બંને આરોપીઓની બી.એન.એન.એસ. કલમ 35-1-ઈ મુજબ અટકાયત કરીને વધુ કાર્યવાહી માટે પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યા ચોરીમાં સામેલ ત્રીજા આરોપી કેશા બાબુ વાઘરીને પકડવા માટે પણ તજવીજ હાથ ધરવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0