ગરવી તાકાત અરવલ્લી : અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી, બેરોજગારી અને પેપર લીકના મુદ્દે ધરણાં કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને જનહિતના પ્રશ્નો ઉઠાવ્યા કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું સતત વધી રહેલી મોંઘવારી સામાન્ય જનતાનું જીવન મુશ્કેલ બનાવી રહી યુવાનો બેરોજગારીની સમસ્યાથી પીડાઈ રહ્યા જ્યારે વારંવાર બનતી પેપર લીકની ઘટનાઓ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરી રહી.

ધરણાં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા કોંગ્રેસના નેતાઓએ ચેતવણી આપી કે જો સરકાર મોંઘવારી, બેરોજગારી અને શિક્ષણ સંબંધિત પ્રશ્નો અંગે અસરકારક પગલાં નહીં ભરે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ સમિતિના એસટી સેલના ચેરમેન રાજેન્દ્ર પારગી, ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કાંતિલાલ ખરાડી, વનરાજભાઈ ડામોર.

અનિલભાઈ હડુલા, સતિષભાઈ સહિત અનેક હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા પોલીસે રાજેન્દ્ર પારગી સહિત કેટલાક કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી અટકાયત કરાયેલા કાર્યકરોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા જ્યાં પૂછપરછ બાદ તેમને છોડી મુકાયા સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો અને કોંગ્રેસ દ્વારા જનતાના પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી.


