શામળાજી તાલુકા કોંગ્રેસમા વધતી જતી મોંઘવારી, NEET પેપર લીક અને ભ્રષ્ટાચારના વિરોધમાં જન આક્રોશ રેલી યોજી…

June 10, 2026

ગરવી તાકાત શામળાજી : શામળાજી તાલુકા કોંગ્રેસ દ્વારા વધતી જતી મોંઘવારી, NEET પેપર લીક અને ભ્રષ્ટાચારના વિરોધમાં જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલી શામળાજીના મુખ્ય માર્ગો પર ફરીને શામળાજી મંદિરના ચોકમાં સમાપ્ત થઈ જ્યાં કાર્યકરોએ પ્રાર્થના કરી યાત્રાધામ શામળાજીમાં યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા.

કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને ધરણાં પ્રદર્શન કર્યું આ કાર્યક્રમમાં શામળાજી તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય કુંદનબેન ડામોર, સુરેશભાઈ નિનામા, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય વનરાજ ડામોર, રાહુલ ગામેતી, સાગર નિનામા, કાનાભાઈ ખાંટ સહિત તાલુકા પંચાયતના સદસ્યો અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા.

Shamalaji Congress Protest Inflation, Corruption | Ugra Andolan Chiemki

રેલી બાદ શામળાજી મંદિરના ચોકમાં એકઠા થયેલા કાર્યકરોએ ભગવાન શામળિયાને પ્રાર્થના કરી કે આમ જનતાને મોંઘવારી અને ભ્રષ્ટાચારથી મુક્તિ મળે શામળાજી તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું જો મોંઘવારી અને ભ્રષ્ટાચાર દૂર નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0