ગરવી તાકાત મહેસાણા : મહેસાણા તાલુકાના અંબાસણ ગામમાં પ્રેમસંબંધની અદાવતમાં પાટણથી આવેલા ત્રણ શખ્સોએ ઘરમાં ઘૂસી સાસુ અને વહુ પર હુમલો કર્યો જેમાં એક શખ્સે મહિલાનો ડ્રેસ ફાડી છેડતી કરી લાંઘણજ પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી પોલીસ ફરિયાદ મુજબ, અંબાસણ કસ્બા વાસમાં રહેતી રઈશાબાનુ તોસિફખાન લોદી.
![]()
અને તેમના સાસુ ખાતુનબીબી ગત 4 જૂને ઘરે ત્યારે પાટણની સુરમ્ય રેસીડેન્સીમાં રહેતા સાવન રમણભાઈ પરમાર, પ્રતિક મકવાણા અને ભાવિક શ્રીમાળી તેમના ઘરે આવ્યા સાવને રઈશાબાનુને કહ્યું તારા જેઠ આસિફખાનને કહી દેજે કે મારી પત્ની સાથે સંબંધ ન રાખે મહિલાએ જેઠ ઘરે આવે ત્યારે વાત કરવાની વાત કરતાં ત્રણેય શખ્સો ઉશ્કેરાઈ ગયા અને સાસુ-વહુને ગાળો આપી મારપીટ કરી.

મારપીટ દરમિયાન સાવને મહિલાનો ડ્રેસ છાતીના ભાગેથી ફાડી છેડતી કરી બૂમાબૂમ સાંભળી આસપાસના લોકો દોડી આવતાં ત્રણે શખ્સો જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી ફરાર થઈ ગયા બંને પક્ષો વચ્ચે સમાધાનના પ્રયાસો સફળ ન થતાં આખરે મહિલાએ લાંઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી પોલીસે સાવન પરમાર સહિત ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી.


