ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લાના રાધનપુરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા વધતી મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કોંગ્રેસના કાર્યકરોએ બળદગાડા રેલી યોજી અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું આ રેલીમાં કાર્યકરોએ ગેસના ખાલી સિલિન્ડર અને તેલના ડબ્બા સાથે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા તેઓએ પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસના ભાવવધારા સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો પ્રદર્શનકારીઓએ હાઈવે ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ પોલીસે તેમને અટકાવ્યા.

આ વિરોધ પ્રદર્શન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમર દેસાઈ અને તાલુકા પ્રમુખ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકરો અને આગેવાનોની આગેવાની હેઠળ યોજાયું કોંગ્રેસના પ્રતિનિધિમંડળે નાયબ કલેક્ટરને મળીને મોંઘવારીના મુદ્દે આવેદનપત્ર સુપરત કર્યું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમર દેસાઈએ માહિતી આપતા જણાવ્યું દેશ અને ગુજરાત રાજ્યમાં વધતી મોંઘવારીને કારણે પેટ્રોલ, ડીઝલ, ગેસ અને જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓના ભાવમાં ભારે વધારો થયો.

જેનાથી સામાન્ય જનતા પરેશાન તેમણે ઉમેર્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના કુશાસન અને મોંઘવારીના વિરોધમાં પાટણ જિલ્લાના તમામ તાલુકાઓમાં આવા વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા દેસાઈએ વધુમાં જણાવ્યું કે આગામી દિવસોમાં મોંઘવારીના આ મુદ્દાને વધુ ઉગ્ર બનાવીને કલેક્ટર કચેરી ખાતે સમગ્ર પાટણ જિલ્લાની જનતાને મોટી સંખ્યામાં એકઠી કરીને એક વિશાળ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે.


