ગરવી તાકાત સાબરકાંઠા : ઇડર પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન અંતર્ગત પ્રશંસનીય કામગીરી કરી પોલીસે ગુમ થયેલું પર્સ અને મોબાઇલ ફોન તેમના મૂળ માલિકોને પરત કર્યા જેનાથી નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો ગઈકાલે ઇડરના ટાઉનબિટ વિસ્તારમાં SBI બેંક નજીકથી એક પર્સ મળી આવ્યું આ પર્સમાં 5,500 રૂપિયા રોકડા અને એક મોબાઇલ ફોન.

પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું આ પર્સ પિન્કીબેન દિલીપકુમાર રાવળનું ખાતરી કર્યા બાદ ઇડર પોલીસે તેમને પોલીસ સ્ટેશન બોલાવી તેમની તમામ વસ્તુઓ પરત કરી અન્ય એક કિસ્સામાં, 4 જૂન, 2026ના રોજ ભમરસિંહ બાબુલાલ રાજપૂતનો મોબાઇલ ફોન ગુમ થયો તેમણે આ અંગે પોલીસને જાણ કરી.

પોલીસે સાયબર પોર્ટલની મદદથી ગણતરીના દિવસોમાં આ મોબાઇલ ફોન શોધી કાઢ્યો અને ગઈકાલે તેના મૂળ માલિકને પરત કર્યો આમ, ઇડર પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ અભિગમ હેઠળ બે અલગ-અલગ કિસ્સાઓમાં ગુમ થયેલી વસ્તુઓ શોધી કાઢીને તેના માલિકોને પરત કરી એક ઉમદા કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું.


