ગરવી તાકાત અરવલ્લી : શામળાજી પોલીસે રૂ. 13.17 લાખનો વિદેશી દારૂ અને નંબર વગરની હેરીયર ગાડી જપ્ત કરી આ કાર્યવાહી અણસોલ ચેકપોસ્ટ નજીક પેટ્રોલિંગ દરમિયાન કરવામાં આવી એલ.સી.બી. શાખા અરવલ્લી મોડાસા અને શામળાજી પોલીસ સ્ટેશનનો સ્ટાફ અણસોલ પોલીસ ચેકપોસ્ટ ખાતે ગુજરાતમાં દારૂનો પ્રવેશ અટકાવવા માટે રાજસ્થાન તરફથી આવતા વાહનો પર નજર રાખી રહ્યો તેઓ જાબ ચિતરીયા આઉટપોસ્ટ વિસ્તારમાં અંતરિયાળ રસ્તાઓ પર પેટ્રોલિંગ કરી રહ્યા.

પેટ્રોલિંગ દરમિયાન, કડવઠ ગામમાં દમૂડી તરફથી આવતા રોડ પર એક શંકાસ્પદ ફોરવ્હીલ ગાડી જોવા મળી પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ચાલકે પોતાની ધરપકડ ટાળવા માટે ગાડીને પૂરઝડપે શામળાજી તરફ ભગાવી. પોલીસે ખાનગી અને સરકારી વાહનો દ્વારા ગાડીનો પીછો કર્યો ટાટા કંપનીની હેરીયર ગાડીના ચાલકે શામળાજી ઓવરબ્રિજ પરથી પૂરઝડપે ગાડી હંકારી. રૂદરડી ગામના ઢાળમાં ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા ગાડી ડિવાઈડર સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ.

અકસ્માત બાદ ડ્રાઈવર ગાડીમાંથી બહાર નીકળી રાત્રીના અંધારાનો અને ઝાડી-ઝાંખરાનો લાભ લઈને નદીમાં થઈ ડુંગર તરફ ભાગી ગયો. પોલીસે પીછો કર્યો પરંતુ તે પકડાયો નહીં ગાડીની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 34 પેટીઓ મળી આવી જેની કિંમત રૂ. 3,17,760/- નંબર વગરની સફેદ કલરની ટાટા હેરીયર ગાડી સહિત કુલ રૂ.13,17,760/-નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.


