પાટણ શહેરમાં વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા હિસ્ટ્રીશીટરના ગેરકાયદેસર દબાણ પર મોટી કાર્યવાહી…

June 8, 2026

ગરવી તાકાત પાટણ : પાટણ શહેરમાં વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા એક હિસ્ટ્રીશીટરના ગેરકાયદેસર દબાણ પર મોટી કાર્યવાહી કરવામાં આવી ગુજરાત સરકારની અસામાજિક તત્વો સામેની ઝુંબેશના ભાગરૂપે, બુકડી વિસ્તારમાં આવેલી દુકાનો અને રહેણાંક મકાન પર બુલડોઝર ફેરવી દેવાયું આ સંયુક્ત ડિમોલિશન કામગીરી પાટણ સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં હાથ ધરવામાં આવી ખોખરો તરીકે ઓળખાતા ઝહીર અબ્બાસ ખાન બેલીમ નામના વ્યક્તિએ સરકારી જગ્યા પર ગેરકાયદેસર રીતે આ દબાણો ઊભા કર્યા.

પોલીસના સત્તાવાર રેકોર્ડ મુજબ, ઝહીર અબ્બાસ ખાન બેલીમનો ગુનાહિત ઇતિહાસ ગંભીર તેની સામે ખૂન ખૂનની કોશિશ, ધાડ અને લૂંટ જેવા ગંભીર પ્રકારના 10 જેટલા ગુનાઓ નોંધાયેલા લાંબા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આ હિસ્ટ્રીશીટર સામે કાયદાનો દોર મજબૂત કરવા આ માળખાકીય કાર્યવાહી કરાઈ કાર્યવાહી દરમિયાન પાટણના DySP પરેશ રેણુકા સહિત A ડિવિઝન પોલીસનો મોટી સંખ્યામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.

તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી કે આગામી સમયમાં પણ પાટણ જિલ્લા કે શહેરમાં કોઈપણ જગ્યાએ અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામો કે દબાણો જણાશે તો તેમની સામે આવી જ કડક અને નક્કર કાર્યવાહી ચાલુ રહેશે. આ પહેલા પણ પાટણ જિલ્લામાં અસામાજિક તત્વો દ્વારા કરાયેલા ગેરકાયદેસર દબાણો પર વહીવટી તંત્ર દ્વારા કડક હાથે કામગીરી કરીને તેમને જમીનદોસ્ત કરવામાં આવ્યા આ કાર્યવાહી તે જ સિલસિલાને આગળ ધપાવે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0