ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના માથાસુલિયા ગામે શુક્રવારે રાત્રે એક ઘરમાંથી આશરે 8 લાખ રૂપિયાની સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી થઈ પરિવારના સભ્યો ઘરની આગળ ઓસરીમાં સૂતા ત્યારે તસ્કરોએ ઘરના પાછળના ભાગે રસોડાની લોખંડની જાળીના સળિયા તોડી અંદર પ્રવેશ કર્યો આ અંગે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં શનિવારે રાત્રે ફરિયાદ નોંધાઈ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં હિંમતનગરના માથાસુલિયા ગામે રહેતા ખેડૂત જગતસિંહ ભાથીસિંહ પરમારે ફરિયાદ નોંધાવી ફરિયાદ મુજબ, 5 જૂન શુક્રવારે રાત્રે 11 વાગ્યાથી 6 જૂન શનિવારે સવારે 6 કલાક દરમિયાન આ ઘટના બની.

તસ્કરોએ જૂના પતરાવાળા મકાનના પાછળના ભાગે આવેલા રસોડામાં લગાવેલ લોખંડના સળિયાવાળી જાળી તોડી ઘરમાં પ્રવેશ કર્યો ચોરોએ લોખંડની તિજોરીમાંથી એક જોડ ચાંદીના હાથા (આશરે 500 ગ્રામ, કિંમત ₹50,000), એક જોડ ચાંદીના છડા (આશરે 200 ગ્રામ, કિંમત ₹20,000), એક તોલાનું સોનાનું લોકેટ (કિંમત ₹1,10,000), એક-એક તોલાના બે સોનાના દોરા (કિંમત ₹2,20,000), આશરે છ ગ્રામની બે સોનાની વીંટી (કિંમત ₹60,000) ચોરી લીધા હતા. આ ઉપરાંત, નાના દીકરાના લગ્ન વખતે તેની પત્ની ભારતીબાને તેમના માતા-પિતાએ કરિયાવરમાં આપેલા દાગીના પણ ચોરાયા.

જેમાં આશરે 500 ગ્રામના ચાંદીના કડલા (કિંમત ₹50,000), આશરે 200 ગ્રામના ચાંદીના છડા (કિંમત ₹20,000), એક તોલાનું સોનાનું લોકેટ (કિંમત ₹1,10,000), આશરે છ ગ્રામની બે સોનાની વીંટી (કિંમત ₹60,000) અને આશરે આઠ ગ્રામની ચાર સોનાની બુટ્ટી (કિંમત ₹80,000)નો સમાવેશ થાય તસ્કરો ₹500ના દરની 48 નોટો મળી કુલ ₹24,000 રોકડા પણ ચોરી ગયા આમ, કુલ ₹8,04,000ની મત્તાની ચોરી થઈ આ અંગે ગાંભોઈ પોલીસે ચોરીનો ગુનો નોંધી LCB સહિત વિવિધ એજન્સીઓની મદદથી તપાસ હાથ ધરી.


