ગરવી તાકાત અરવલ્લી : ભિલોડા પોલીસે જેસીંગપુર ગામની સીમમાંથી એક સ્વીફ્ટ કારમાંથી રૂ. 2.61 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો આ કાર્યવાહીમાં દારૂ અને કાર સહિત કુલ રૂ. 6.61 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો જોકે, કાર ચાલક પોલીસને ચકમો આપી ફરાર થવામાં સફળ રહ્યો ભિલોડા પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.આર. સંગાડાની સૂચનાથી પોસઈ સી.એમ. રાઠોડ અને પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં તે દરમિયાન એ.હેડ કોન્સ્ટેબલ સુભાષભાઈ બાબુભાઈને ખાનગી બાતમી મળી.

કે, સફેદ રંગની સ્વીફ્ટ કાર (નંબર GJ.27.AP.3883)માં વિદેશી દારૂ ભરીને શામળાજી તરફથી ભિલોડા થઈને ઈડર તરફ જઈ રહી આ બાતમીના આધારે ભિલોડા પોલીસ સ્ટેશન આગળ નાકાબંધી ગોઠવવામાં આવી બાતમીવાળી ગાડી આવતા તેને રોકવાનો ઈશારો કરતા ચાલકે ગાડી પાછી વાળી શામળાજી તરફ ભગાવી પોલીસે પીછો કરતા સ્વીફ્ટ ગાડી ચાલકે જેસીંગપુર ગામની સીમમાં.

શામળાજી તરફ જતા રસ્તા પર રોડની સાઈડમાં ગાડી મૂકી દરવાજો ખોલીને ભાગી ગયો પોલીસે સ્વીફ્ટ ગાડી (નંબર GJ.27.AP.3883)ની તલાશી લેતા તેમાંથી વગર પાસ-પરમિટના અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની આખી પેટીઓ અને છૂટા નંગ મળી આવ્યા આ દારૂની કુલ કિંમત રૂ. 2,61,006/- આંકવામાં આવી દારૂ અને સ્વીફ્ટ કાર સહિત કુલ રૂ. 6,61,006/-નો મુદ્દામાલ પોલીસે કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી.


