ગરવી તાકાત બનાસકાંઠા : થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના ખોરડા ગામની સીમમાં LCB વાવ-થરાદની ટીમે ઘઉં અને બાજરીના કટ્ટાઓની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો પોલીસે ₹6.35 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી પ્રાપ્ત માહિતી અનુસાર, LCB વાવ-થરાદના પોલીસ કર્મચારીઓ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા તે દરમિયાન ખોરડા ગામની સીમમાં થરાદ-ડીસા રોડ પરથી પસાર થઈ રહેલા એક શંકાસ્પદ પીકઅપ ડાલાને રોકવામાં આવ્યું.

પીકઅપ ડાલાની તપાસ કરતાં તેમાં ઘઉં અને બાજરીના કટ્ટાઓની નીચે ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 204 બોટલો મળી આવી પોલીસે ₹1,11,528ની કિંમતનો દારૂ, ₹5,00,000નું પીકઅપ ડાલો, ₹5,000નો મોબાઈલ ફોન અને ₹19,000ના 19 ઘઉં-બાજરીના કટ્ટા સહિત કુલ ₹6,35,528નો મુદ્દામાલ જપ્ત કર્યો આ કાર્યવાહી દરમિયાન, પોલીસે પીકઅપ ડાલાના ચાલક દિનેશકુમાર ભુરારામ ફોજારામ ચૌધરી (પટેલ), રહે. છજારા, તા. સાંચોર, જિ. જાલોર (રાજસ્થાન)ને ઝડપી પાડ્યો.

આરોપી અને દારૂનો જથ્થો મંગાવનાર અન્ય એક વ્યક્તિ વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી LCB વાવ-થરાદની સતર્કતા અને ચોક્કસ બાતમીના આધારે આ સફળ કામગીરી પાર પાડવામાં આવી પોલીસે દારૂના જથ્થાના સ્ત્રોત અને તેના ગંતવ્ય સ્થાન અંગે વધુ તપાસ શરૂ કરી.


