ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢવા માટે ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ હેઠળ મોટી કાર્યવાહી કરવામાં આવી આ ઓપરેશન અંતર્ગત કુલ 8 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડવામાં આવ્યા પાટણ DySP પરેશ રેણુકાએ આ અંગે માહિતી આપી બોર્ડર રેન્જ IG ચિરાગ કોરડિયા અને SPના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સઘન તપાસ અભિયાન ચલાવાયું આ માટે પાટણ LCB, SOG, પેરોલ ફર્લો સહિત જિલ્લાની 25 ટીમો તૈનાત કરવામાં આવી આ ટીમોએ જિલ્લાના 68 જેટલા સંભવિત લોકેશન પર તપાસ હાથ ધરી.

સર્ચ ઓપરેશન દરમિયાન વિવિધ વ્યક્તિઓના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી પ્રાથમિક તપાસમાં 15 શંકાસ્પદ વ્યક્તિઓ મળી આવ્યા વિગતવાર પૂછપરછ બાદ, ગઈકાલે 6 અને ત્યારબાદ મોડી રાત્રે વધુ 2 બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ થઈ, આમ કુલ 8 વ્યક્તિઓ ઝડપાયા આ મહિલાઓ જુદા જુદા સમયે ભારતમાં પ્રવેશ કરીને ગુજરાતના અલગ અલગ શહેરોમાં આધારકાર્ડ અને પાનકાર્ડ જેવા ઓળખકાર્ડ બનાવીને ગેરકાયદેસર વસવાટ કરતી પકડાયેલા શખ્સો પૈકી કેટલાક ટૂંકા સમયથી.
![]()
કેટલાક લાંબા સમયથી પાટણ જિલ્લામાં વસવાટ કરી રહ્યા હોવાનું બહાર આવ્યું તેઓ કયા માર્ગે અને કોની મદદથી અહીં આવ્યા તે અંગેની તમામ હકીકતો હવે ડિટેલ ઇન્ટ્રોગેશન બાદ સ્પષ્ટ થશે આગામી સમયમાં અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે મળીને આ તમામ શખ્સોનું જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરવામાં આવશે. પોલીસ દ્વારા મક્કમતા દર્શાવવામાં આવી કે જિલ્લામાં હજુ પણ જો કોઈ બાંગ્લાદેશી નાગરિક ગેરકાયદેસર રીતે રહેતો હશે તો તેને શોધી કાઢીને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


