ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ વર્ષ 2000ના એક હત્યા કેસના મુખ્ય આરોપી લિયાકતઅલી અબ્દુલકરીમ મેવને 26 વર્ષ બાદ ઝડપી પાડ્યો આરોપીને મધ્યપ્રદેશના મંદસૌર હાઇવે પરથી પકડવામાં આવ્યો તે લાંબા સમયથી પોતાની ઓળખ છુપાવીને ફરાર લિયાકતઅલી, જે હરિયાણાના નૂહ જિલ્લાના છારોડા ગામનો વતની તે ધરપકડ ટાળવા માટે અલગ-અલગ રાજ્યોમાં રહેતો હતો. તપાસમાં સામે આવ્યું કે તે હાલમાં મહારાષ્ટ્રના મનમાડ પાસે ‘મેવાતી ઢાબા’ નામની હોટલ ચલાવી રહ્યો.

LCB ટીમને બાતમી મળી લિયાકતઅલી ટ્રકમાં બેસીને હરિયાણાથી મહારાષ્ટ્ર તરફ જઈ રહ્યો આ માહિતીના આધારે પાટણ LCBની ટીમ મધ્યપ્રદેશ રવાના થઈ દિલ્હી-મુંબઈ હાઈવે પર મંદસૌર પાસે નાકાબંધી કરીને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીને દબોચી લેવામાં આવ્યો આ આરોપી વિરુદ્ધ અગાઉ નામદાર કોર્ટે સી.આર.પી.સી. કલમ-70 મુજબનું ધરપકડ વોરંટ પણ ઇસ્યુ કર્યું ઘટનાની વિગત મુજબ, 11 ઓગસ્ટ, 2000ના રોજ.
![]()
ટ્રક નંબર DL-01-G-4747ના ચાલક લિયાકતઅલીએ તેના જ ટ્રકના ખલાસી અનિલ ભવરલાલ ઠાકુર (રહે. ભીલવાડા, રાજસ્થાન)ની તીક્ષ્ણ હથિયાર વડે ગુપ્તાંગ કાપી અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી કરપીણ હત્યા કરી હત્યા બાદ આરોપી ટ્રક મૂકીને ફરાર થઈ ગયો અને છેલ્લા 26 વર્ષથી પોલીસને થાપ આપી રહ્યો પકડાયેલા આરોપીને હવે આગળની કાયદેસર કાર્યવાહી માટે શામળાજી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી.


