શામળાજી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા….

May 23, 2026

ગરવી તાકાત શામળાજી : શામળાજી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ₹5.82 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા આ કાર્યવાહી દહેગામડા ઓ.પી. વિસ્તારમાં કરવામાં આવી જ્યાં એક શંકાસ્પદ ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એસ. માલની સૂચનાથી પો.સ.ઇ. પી.ડી. ગોહિલ અને શામળાજી પોલીસ સ્ટેશનનો સ્ટાફ દહેગામડા ઓ.પી. વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો અણસોલ ગામ તરફથી જગાબોર તરફ જઈ રહેલી એક સફેદ ફોર વ્હીલ ગાડીએ પોલીસની સરકારી ગાડી જોઈને અચાનક ઊભી રાખી રિવર્સ લેવાનો પ્રયાસ કર્યો.

અવનવું – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking News,  Politics News etc.

ગાડી ઝાડ સાથે અથડાઈને ફરી જગાબોર તરફ પૂરઝડપે ભાગી જેથી પોલીસને શંકા ગઈ અને તેમણે સરકારી ગાડીથી તેનો પીછો ભાગેલી ફોર વ્હીલ ગાડી ડુંગરના કોતરો સાથે ઘસડાઈને ઊભી રહી ગાડીમાં બેઠેલા બે ઇસમો દરવાજો ખોલીને ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે તેમને કોર્ડન કરીને પકડી લીધા પકડાયેલી ગાડી હ્યુન્ડાઈ કંપનીની i10 ગ્રાન્ડ સ્પોર્ટ (નંબર GJ-03-JR-3471) પોલીસે ગાડીની તપાસ કરતા વચ્ચેની સીટ અને પાછળની ડેકીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બિયરની પેટીઓ મળી આવી કુલ 30 પેટીઓમાં 720 ટીન અને 64 છૂટા ટીન મળીને કુલ 784 બિયરના ટીન જેની કિંમત ₹1,72,480/- આંકવામાં આવી.

દારૂના જથ્થા ઉપરાંત, પોલીસે ₹4,00,000/-ની કિંમતની હ્યુન્ડાઈ i10 ગ્રાન્ડ સ્પોર્ટ ગાડી અને ₹10,000/-ની કિંમતના બે મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા આમ કુલ ₹5,82,480/-નો મુદ્દામાલ કબ્જે કરીને ગાડીના ચાલક અને તેની સાથેના ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી દારૂ સાથે ઝડપાયેલા આરોપીઓમાં જીતેન્દ્રભાઈ ઉર્ફે લાલાભાઈ મોઘાભાઈ ડામોર અને વિપીન નટવરલાલ હાજાજી બોડાતનો સમાવેશ થાય આ કેસમાં વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર શૈલેષ મોઘાજી ડામોર અને દહેગામ ખાતે દારૂનો જથ્થો મંગાવનાર શૈલેષ મોઘાજી ડામોરનો માણસ જેનું પૂરું નામ સરનામું જાણી શકાયું નથી તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0