ઊંઝા ટાઉન પોલીસે ભેમાતપોળ વિસ્તારમાં દરોડો પાડી ₹1.73 લાખનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો…

May 22, 2026

ગરવી તાકાત મહેસાણા : ઊંઝા ટાઉન પોલીસે ભેમાતપોળ વિસ્તારમાં દરોડો પાડી ₹1.73 લાખનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો આ કાર્યવાહીમાં કુલ 867 બોટલો જપ્ત કરવામાં આવી પોલીસે સ્થળ પરથી પાટણના એક બુટલેગરની ધરપકડ કરી જ્યારે દારૂનો જથ્થો પૂરો પાડનાર મુખ્ય ઇસમ ફરાર થવામાં સફળ રહ્યો પ્રાપ્ત માહિતી અનુસાર, ઊંઝા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા તે દરમિયાન વાડીપરા ચોક પાસે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.કે. કાપડીયાને ચોક્કસ બાતમી મળી બાતમી મુજબ, ઊંઝાની ભેમાતપોળમાં રહેતો અનિલકુમાર રમેશભાઈ પ્રજાપતિ પોતાના રહેણાક મકાનમાં અને વાહનોમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો છુપાવી છૂટક વેચાણ કરતો.

પોલીસ ટીમ બાતમીવાળા મકાન પર પહોંચી ત્યારે હાજર એક શખ્સની પૂછપરછ કરાતાં તેણે પોતાનું નામ મુકેશભાઈ ચમનભાઈ બબાભાઈ પ્રજાપતિ હોવાનું જણાવ્યું પોલીસે ઘરમાં તપાસ કરતાં પલંગ અને લોખંડના ખાટલા નીચે પ્લાસ્ટિકના કેરેટ, સફેદ મીણિયા થેલીઓ અને કાગળના બોક્સમાંથી અલગ-અલગ બ્રાન્ડનો દારૂ મળી આવ્યો વધુ પૂછપરછ કરતાં જાણવા મળ્યું ઘરની બહાર પાર્ક કરેલા સ્કૂટરની ડેકીમાં અને નજીકની ખડકીમાં આવેલા બીજા મકાનમાંથી પણ દારૂનો મોટો જથ્થો છુપાવેલો.

Unjha Bhemapol Liquor Seized; ₹1.73 Lakh Indian Made Liquor Caught

પોલીસે અલગ-અલગ જગ્યાએથી કુલ 559 બોટલ વિદેશી દારૂ અને 308 બિયર ટીન સહિત કુલ 867 બોટલો/ટીન દારૂનો જથ્થો જપ્ત કર્યો જેની કુલ કિંમત ₹1,73,556 થાય આ ઉપરાંત, ₹20,000ની કિંમતનું જ્યુપિટર સ્કૂટર, ₹5,000નો મોબાઈલ અને ₹3,000ની રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી આમ, પોલીસે કુલ ₹2,01,556નો મુદ્દામાલ જપ્ત કર્યો જોકે દરોડા દરમિયાન અનિલકુમાર રમેશભાઈ પ્રજાપતિ પોલીસના હાથે લાગ્યો ન ઊંઝા પોલીસે અ.હે.કો. કિર્તિકુમાર અંબાલાલની ફરિયાદના આધારે બંને ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0